T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હજુ T20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ સમય બાકી છે, તેથી બુમરાહના રમવાની આશા રાખી શકાય.
સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો અને તેના વિશે કંઈપણ કહેવું વહેલું છે. BCCI પ્રમુખે કહ્યું, “જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર નથી. વર્લ્ડ કપ શરૂ થવાનો સમય આવી ગયો છે. આપણે રાહ જોવી જોઈએ અને ઉતાવળમાં કંઈપણ ન બોલવું જોઈએ.
આ પહેલા એવા અહેવાલ હતા કે જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાની સમસ્યાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાને કારણે એશિયા કપનો ભાગ પણ બની શક્યો ન હતો. પરંતુ જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની T20 વર્લ્ડ કપમાં રમવાની આશા હજુ પણ અકબંધ છે. આ ટુર્નામેન્ટ બે અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયામાં યોજાવાની છે.
તાજેતરમાં જ એક માઠા સમાચાર આવ્યા હતા કે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ આ વર્ષે સતત ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. પહેલા તે એશિયા કપમાંથી બહાર થયો હતો, ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં વાપસી કરી હતી. હવે દક્ષિણ આફ્રિકા શ્રેણીની સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ટીમ મેનેજમેન્ટ હજુ પણ બુમરાહને લઈને સંપૂર્ણ આશાવાદી છે. ટીમ મેનેજમેન્ટ અંતિમ ક્ષણ સુધી રાહ જોવાના મૂડમાં છે. જો આ દરમિયાન બુમરાહ સ્વસ્થ થઈ જશે તો BCCI બુમરાહને વર્લ્ડકપ માટે ટીમમાં રાખશે અને રમશે.