Union Cabinet Decision: કેન્દ્રિય મંત્રીમંડળે રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઓના 78 દિવસનો પગાર બરાબર ઉત્પાદકતા આધારિત બોનસને મંજૂરી આપી છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી હતી. કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે લગભગ 11.56 લાખ ન ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ફાયદો થશે. આજે કેબિનેટ બેઠકમાં બે વિભાગોને લઇને નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષોથી પ્રોડક્ટિવિટી લિંક બોનસ રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઓને મળે છે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે પણ 78 દિવસનું બોનસ રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઓને મળશે.
આ સાથે જ તેમણે કહ્યું કે ‘PM મિત્ર યોજના’ લોન્ચ કરી હતી જે ટેક્સટાઇલ અને ગારમેન્ટના ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન કરે છે. જેનાથી લાખો લોકોને રોજગાર મળશે. જેમાં પાંચ વર્ષમાં 4445 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સાત મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિઝનલ એન્ડ અપૈરલ (MITRA) પાર્ક તેના પર તૈયાર થશે.
સાથે પિયૂષ ગોયલે કહ્યું કે આરઓએસસીટીએલની યોજના 2019માં લોન્ચ થઇ હતી જેને 2024 સુધી વધારવામાં આવી છે. જેનાથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં નિકાસને લઇને ઉત્સાહ છે. પીએમ મિત્ર યોજનાથી લગભગ સાથ લાખ લોકોને રોજગાર મળશે અને 14 લાખ લોકોને અપ્રત્યક્ષ રૂપથી રોજગાર મળશે. એવી અમારી કલ્પના છે. 10 રાજ્યોએ અત્યાર સુધી આ યોજના માટે રસ દાખવ્યો છે.
પિયૂષ ગોયલે કહ્યું કે કાપડ ઉદ્યોગમાં નિકાસને વધારવા માટે સરકારે સાત મહત્વના નિર્ણય લીધા છે. જેમાંથી છ નિર્મય અગાઉ લેવામાં આવી ચૂક્યા છે. આજે આ ઉદ્યોગ માટે સાતમો નિર્ણય લેવામાં આવ્યો છે. સાત ટેક્સટાઇલ પાર્ક માટે 10 રાજ્યોએ રસ દાખવ્યો છે. આ પાર્ક તૈયાર થવા પર સાત લાખ ડાયરેક્ટ અને 14 લાખ ઇનડાયરેક્ટ રોજગાર પેદા થશે. આ પાર્ક તૈયાર કરવામાં લગભગ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પાર્ક લગભગ 1000 એકરમાં ફેલાયેલો હશે.