IND vs WI- ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે ઘરઆંગણે વનડે સીરીઝ રમી રહી છે. પ્રથમ બે વનડેમાં કેરેબિયન ટીમને માત આપીને ત્રણ મેચોની વનડે સીરીઝમાંથી ભારતીય ટીમ 2-0 લીડ બનાવી ચૂકી છે, એટલુ જ નહીં સીરીઝ પર કબજો પણ જમાવી ચૂકી છે. આજે બન્ને ટીમો વચ્ચે ત્રીજી વનડે અમદાવાદમાં રમાશે, આજની મેચ માત્ર ઔપચારિક રહેશે. પ્રથમવાર સીરીઝમાં રેગ્યુલર કેપ્ટન તરીકે કેપ્ટનશીપ કરી રહેલી રોહિત શર્માનો સ્વભાવ ગુસ્સા વાળો કેમેરામાં કેદ થઇ ગયો છે. આમ તો રોહિત શર્મા આક્રમક કેપ્ટન તરીકે નથી ઓળખતો પરંતુ બીજી વનડે દરમિયાન રોહિતનુ અલગ જ રૂપ જોવા મળ્યું.

  


ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ગુસ્સામાં દેખાયો હતો. ખરેખરમાં એવું બન્યું કે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 45મી ઓવર દરમિયાન રોહિતે બોલ વોશિંગ્ટન સુંદરને આપ્યો. તે સમયે યુઝવેન્દ્ર ચહલ મિડ ઓફ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. રોહિત ચહલને લોંગ ઓફ પર પાછા જવા માટે કહે છે પરંતુ તે સુસ્ત દેખાય છે. આ બાબતે રોહિતને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે ચહલને મિડલ ગ્રાઉન્ડ પર ઠપકો પણ આપ્યો હતો.  આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ બૂમો પાડીને પાછા જવા કહ્યું. રોહિતે ચહલને ઠપકો આપતા કહ્યું, ‘પાછો જા, શું થયું તું ભાગી કેમ નથી રહ્યો? ચલ ભાગ.’ આ પછી ચહલ પાછો ગયો. રોહિતનું આવું રૂપ પહેલીવાર મેદાન પર જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 




ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 44 રને હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમ હવે શ્રેણીમાં 2-0થી આગળ છે. આ સાથે રોહિત શર્માની કેપ્ટન્સીમાં પણ શાનદાર શરૂઆત થઈ છે. 




આ પણ વાંચો-- 


IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો


10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ


હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો


Unemployment news Update: કોરોના વાયરસની પ્રથમ લહેરમાં કેટલા લોકોએ નોકરી ગુમાવી, સરકારે સંસદમાં આપી માહિતી


રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ


કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન