Rishabh Pant Accident: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કાર દુર્ઘટનામાં ખરાબ રીતે ઘાયલ થઇ ગયો છે, અને આ દૂર્ઘટના આજે વહેલી સવારે ઘટી છે. આ દૂર્ઘટના રુડકીની નજીક મોહમ્મદપુર જટની પાસે ઘટી, આ ભયંકર અકસ્માતમાં પંત બચી ગયો, તેના માથા, પીઠ અને પગના ભાગે ઇજાઓ પહોંચી છે. 


ઘટના સ્થળ પર પહોંચેલી હરિદ્વારા પોલીસે ઋષભ પંતને પ્રાથમિક ઉપચાર માટે રુડકીની હૉસ્પીટલ લઇ ગઇ, તે પછી તેના સારા ઇલાજ માટે તેને દેહરાદૂન રેફર કરી દેવામાં આવ્યો હતો. જોકે, જે સમયે દૂર્ઘટના ઘટી તે સમયે કેટલાક લોકો ઋષભ પંતની મદદ કરવા પહોંચી ગયા હતા, જેનો એક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.  


લોકોએ કરી ઋષભ પંતની મદદ - 
દુબઇથી દિલ્હી પહોંચેલો પંત, જ્યારે પોતાની મા ને મળવા માટે રુડકી જઇ રહ્યો હતો, તે દરમિયાન તેની કાર મોહમ્મદપુર જટની પાસે રેલિંગ સાથે ટકારઇ ગઇ. આ દૂર્ઘટનામાં તેની કારમાં આગ લાગી ગઇ, અને કાર સળગી ઉઠી હતી. આવામાં જેમ તેમ કરીને પંત બહાર નીકળ્યો, પરંતુ વધુ ઇજા હોવાના કારણે તે ચાલી શક્યો નહીં. આવામાં લોકો તેની પાસે આવ્યા અને તેની મદદ કરવા લાગ્યા હતા. આનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.


 






--