Rishabh Pant Accident Rescue: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દૂર્ઘટનામાં ખરાબ રીતે ઘાયલ થઇ ગયો. તે દેહરાદૂનની હૉસ્પીટલમાં એડમિટ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, આ દર્દનાક દૂર્ઘટના 30 ડિસેમ્બરે રુડકીની પાસે થઇ હતી. જ્યાં ઋષભ પંતની કાર રેલિંગ સાથે ટકરાઇ અને બાદમાં સળગી ગઇ હતી. પરંતુ આ દૂર્ઘટનામાં પંતને સૌથી પહેલા બચાવ્યો એક બસ ડ્રાઇવરે, સુશીલ નામના બસ ડ્રાઇવર પંતની પાસે પહોંચ્યો, જેને પંતને કારમાથી બહાર કાઢ્યો હતો. 


બસ ડ્રાઇવરે બચાવ્યો - 
ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા બસ ડ્રાઇવર સુશીલે કહ્યું કે, કાર દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ આ સ્ટાર ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ હોત અને લંગડાઇ રહ્યો હતો, ઋષભ પંતે પોતાની ઓળખ આપતા કહ્યું હું ઋષભ પંત છું. તેની કારમાં આગ લાગ્યા બાદ સુશીલ કારની નજીક પહોંચ્યો, અે પંતને બચાવવા માટે કાચ તોડી નાંખ્યા.


સુશીલ અનુસાર, હું હરિદ્વાર તરફથી આવી રહ્યો હતો, અને પંત દિલ્હી બાજુએથી કાર આવી રહ્યો હતો, જ્યારે તેને જોયુ તો ભારતીય વિકેટકીપરની કાર ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, તો તેને પંતની મદદ માટે બસ ઉભી રાખી દીધી. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે પંતની કાર બેરિકેડ તોડીને લગભગ 200 મીટર સુધી ઢસડાઇ હતી. 


પંત દિલ્લીધી ઉત્તરાખંડના રુડકી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પંત કારમાં એકલો જ હતો અને પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતને ઝોકું આવી જતાં તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી.  કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને પણ માંડ માંડ કારમાંથી બહાર કઢાયો હતો.  પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે. શરૂઆતમા તેને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો પણ તે પીઠ તથા બીજા ભાગે દાઝી ગયો હોવાથી તેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે.  ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે પણ પંત શરીરે ઘણી જગાએ દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે દિલ્લી મોકલવામાં આવ્યો છે.