ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્નિ ધનશ્રી હાલ દુબઇમાં છે. ન્યૂ મેરીડ કપલ દુબઇમાં હનિમૂન કરી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમનો પરિવાર પણ હાલમાં દુબઇમાં છે.

ચહલ અને ધનશ્રી વર્મા એસએસ ધોની અને તેની પત્ની સાક્ષી સાથે દુબઈમાં એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. ચહલ અને ધનશ્રી બંનેએ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.



યુજવેંદ્ર ચહલે ધોની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું, ખૂબ જ ખુશ અને ધન્ય. ચહલની પત્ની ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર ધોની સાથે તસવીર શેર કરી અને ડિનર માટે આભાર વ્યક્ત કર્યો હતો.



ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી નિવૃત્તી જાહેર કરી ચુક્યા છે. જ્યારે ચહલ હાલમાં ટેસ્ટ ટીમ થી દુર છે. હવે તે ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ સીરીઝમાં મેદાન પર પરત ફરશે.