નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે ફિલ્મસ્ટાર્સ અને ક્રિકેટરો અલગ લ્ગ એક્ટિવિટી કરી રહ્યાં છે, તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન કર્યુ હતુ, ત્યારે ભારતીય ટીમના યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલે એક કૉમેન્ટ કરી હતી, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.

ખરેખરમાં, યુજવેન્દ્ર ચહલ એક્ટ્રેસ કેટરીના કૈફનો મોટો ફેન છે, અને આ વાત તે ખુબ કબુલ પણ કરી ચૂક્યો છે, તેને કેટરીના ખુબ ગમે છે.

કેટરીના ઇન્સ્ટા લાઇવ ચેટ દરમિયાન તે ફિટનેસ પર ફેન્સ સાથે વાતચીત કરી રહી હતી. ત્યારે ચહલે એક કૉમેન્ટ કરી, તેને લખ્યું- "હાય કેટરીના મેમ", યુજવેન્દ્ર ચહલનો આ સ્ક્રીનશૉટ ફટાફટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.



ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે વર્ષ 2017માં એક વાતચીત દરમિયાન કબુલ કર્યુ હતુ કે તેને કેટરીના કૈફ ખુબ ગમે છે. તેને કહ્યું હતુ કે, મને કેટરીના ખુબ ગમે છે, તેની સ્માઇલ મને અપીલ કરે છે.

નોંધનીય છે કે, એક્ટ્રેસ કેટરીના કૈફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને તેને પોતાના ફેન્સ સાથે ઘરમાં વાસણ ઘસવાથી લઇને ખાવાનુ બનાવવા સુધીનો વીડિયો શેર કર્યો હતો. એક્ટ્રેસ હવે આગામી ફિલ્મ સૂર્યવંશીમાં દેખાશે.