નવી દિલ્હીઃ ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની મંગેતર અને ડાન્સર ધનાશ્રી વર્મા પોતાના ડાન્સ વીડિયોને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે. તે ડાન્સ વીડિયોથી અવારનવાર પોતાના ફેન્સના દિલ જીતી લે છે, હવે ધનાશ્રીનો વધુ એક હૉટ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે એક ગીત પર ખતરનાક ઠુમકા લગાવતી દેખાઇ રહી છે. આ ડાન્સ 'નાગિન જેસી કમર હિલા પર' ગીત પર છે.

ધનાશ્રી વર્માનો આ વીડિયો ઓક્ટોબરની શરૂઆતનો છે, જેને તેના ફેનપેજ પરથી તાજેતરમાં શેર કરવામાં આવ્યો છે. આ ડાન્સ વીડિયોને 10 હજારથી વધુ વ્યૂઝ પણ મળી ચૂક્યા છે.

ધનાશ્રી વર્મા પોતાના આ વીડિયોમાં ટોની કક્કડના ગીત- 'નાગિન જેસી કમર હિલા પર' પર ડાન્સ કરતી દેખાઇ રહી છે. ગીતના બીટ પર તેના એક્સપ્રેશન અને ડાન્સ સ્ટેપ બન્ને એકદમ શાનદાર છે. ધનાશ્રી પિન્ક ટૉપ અને બ્લેક ટ્રાઉઝરમાં ડાન્સ કરી રહી છે.



ધનાશ્રીના ડાન્સના કારણે સોશ્યલ મીડિયા પર તેની ફેન ફોલોવિંગ ઝડપથી વધી રહ્યાં છે. ધનાશ્રીની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ તેની તસવીરો અને વીડિયોથી ભરેલી છે. તે હંમેશા પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તેને કેટલાય મ્યૂઝિક વીડિયોને રિક્રિએટ પણ કર્યા છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.