13મી ઓવરના અંતિમ બોલ પર સૂર્યકુમાર યાદવે કવર તરફ શોટ રમ્યો જ્યાં કોહલી ઉભો હતો. શોટ રમ્યા બાદ સૂર્યકુમાર યાદવ એક નજરે કોહલીને જોતો રહ્યો, ત્યાર બાદ કોહલી કવર તરફથી ચાલીને બેટ્સમેન તરફ આવ્યો અને શાં થઈને જોવા લાગ્યો. જોકે બન્ને વચ્ચે વાતચીત ન થઈ પરંતુ સૂર્યકુમાર યાદવે એક નજરે કોહલીને જોઈને પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો હતો.
મુંબઈ ઇન્ડિયન્સે 5 વિકેટથી આરસીબીને હરાવીને પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે. મુંબઈ ઇન્ડિયન્સના હવે 16 પોઈન્ટ થઈ ગયા છે. સૂર્યકુમાર યાદવની ઇનિંગે ફેન્સનું દિલ જીતી લીધું. હરભજન સિંહે ફરી એક વખત ટ્વીટ કર્યું અને લખ્યું કે, આશા છે કે સીલેક્ટર્સે સૂર્યકુમારની આ ઇનિંગ જોઈ હશે. સૂર્યકુમારે અત્યાર સુધી 12 મેચમાં 362 રન બનાવ્યા છે.
સૂર્યકુમાર યાદવની આઇપીએલમાં આ 10મી હાફ સેન્ચુરી હતી. જણાવીએ કે, આરબીસીએ પ્રથમ રમતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા જેની સામે મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં 166 રનનો ટાર્ગેટ મેળવી લીધો.