Suresh Raina Prediction On Rohit Sharma: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે હિટમેન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં મેન ઇન બ્લુની કમાન્ડ કરતો જોવા મળશે. રોહિત ધીમે-ધીમે પોતાના કરિયરના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે, જેને જોતા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.


કેપ્ટન તરીકે છેલ્લી ICC ટ્રોફી હોઈ શકે


રૈનાએ સ્પષ્ટ કર્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે છેલ્લી ICC ટ્રોફી હોઈ શકે છે. આ સિવાય રૈનાએ કહ્યું કે તેના માટે રન બનાવવા પણ મહત્વપૂર્ણ રહેશે.  રૈનાએ પણ કહ્યું હતું કે રોહિતને એ જ રીતે રમવું જોઈએ જે રીતે તે 2023 ODI વર્લ્ડ કપમાં રમતા જોવા મળ્યો હતો.


સ્ટાર સ્પોર્ટ્સ પર બોલતા સુરેશ રૈનાએ કહ્યું, "જ્યારે રોહિત રન બનાવે છે, ત્યારે તે તેની કેપ્ટનશિપ પર પણ અસર કરે છે. કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ICC ટ્રોફી હોઈ શકે છે અને જો તે જીતશે તો તે (વિરાટ કોહલી સાથે) ચાર ICC ટ્રોફી જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.  તે પહેલાથી જ T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એક મોટી ઉપલબ્ધિ હશે. તે આમ કરવા માટે પ્રેરિત થશે, પરંતુ તેના માટે રન બનાવવા મહત્વપૂર્ણ રહેશે.


રોહિત શર્માની રમવાની શૈલી વિશે વધુ વાત કરતાં રૈનાએ કહ્યું, "મને લાગે છે કે રોહિતે આક્રમક રીતે રમવું જોઈએ. તમે જોયું કે તેણે ODI વર્લ્ડ કપમાં કેવી બેટિંગ કરી હતી. તે ફાઇનલમાં આક્રમક રમતો હતા. તેથી જ મને લાગે છે કે તેનો અભિગમ એવો જ રહેશે. પ્રશ્ન એ છે કે તેની સાથે કોણ ઓપનિંગ કરશે, શું તે શુભમન ગિલ હશે ? મને યાદ છે જ્યારે તેઓ સાથે રમે છે ત્યારે આક્રમક ઇરાદો જાળવી રાખે છે.


રોહિત શર્મા કેપ્ટન તરીકે ખૂબ જ સફળ સાબિત થયો હતો. આંકડા દર્શાવે છે કે ભારતીય T20 કેપ્ટન તરીકે રોહિત શર્માના આંકડા ખૂબ જ પ્રભાવશાળી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે કુલ 62 T20 મેચ રમી હતી, જેમાંથી ભારતીય ટીમે રેકોર્ડ 49 મેચમાં જીત મેળવી હતી. જો કે, T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.