Mohammed Shami ODI World Record: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. તાજેતરમાં, શમીએ ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની T20 શ્રેણી દ્વારા લગભગ 14 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. હવે ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. શમી વનડે સીરીઝ દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે.


વાસ્તવમાં શમીએ તેની ODI કરિયરમાં અત્યાર સુધી 195 વિકેટ લીધી છે. હવે ભારતીય ફાસ્ટ બોલર પાસે વનડેમાં સૌથી ઝડપી 200 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક છે. હાલમાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના નામે છે. સ્ટાર્કે 102 ઇનિંગ્સમાં 200 વિકેટ ઝડપી હતી.


શમીએ અત્યાર સુધી 101 વનડે મેચોની 100 ઇનિંગ્સમાં 195 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં, જો તે તેની આગામી ODI મેચમાં 5 વિકેટ લે છે, તો તે ODIમાં (101 ઇનિંગ્સમાં) સૌથી ઝડપી 200 વિકેટ લેનાર બોલર બની જશે.


ODIમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર બોલર


મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) – 102 ઇનિંગ્સ


સકલેન મુશ્તાક (પાકિસ્તાન) – 104 ઇનિંગ્સ


ટ્રેન્ટ બોલ્ટ (ન્યુઝીલેન્ડ) – 107 ઇનિંગ્સ


બ્રેટ લી (ઓસ્ટ્રેલિયા) – 112 ઇનિંગ્સ


એલન ડોનાલ્ડ (દક્ષિણ આફ્રિકા) – 117 ઇનિંગ્સ.


આ સિવાય શમી ભારત માટે વનડેમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવશે તે લગભગ નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયા માટે ODIમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને વર્તમાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નામે છે. અગરકરે 133 મેચમાં 200 ODI વિકેટનો આંકડો પાર કર્યો હતો.


ભારત માટે સૌથી ઝડપી 200 ODI વિકેટ લેનાર બોલર


અજીત અગાકર - 133 મેચ


ઝહીર ખાન - 144 મેચ


અનિલ કુંબલે - 147 મેચ


જવાગલ શ્રીનાથ - 147 મેચ


કપિલ દેવ - 166 મેચ.


મોહમ્મદ શમીની વનડે કારકિર્દી


નોંધનીય છે કે મોહમ્મદ શમીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 101 ODI મેચ રમી છે. આ મેચોની 100 ઇનિંગ્સમાં તેણે 23.68ની એવરેજથી 195 વિકેટ લીધી છે, જેમાં તેનો શ્રેષ્ઠ આંકડો 7/57 રહ્યો છે.   


મોહમ્મદ  શમી નવેમ્બર 2023 બાદ ફરીથી વન ડે ક્રિકેટ રમતો દેખાશે. છેલ્લી વખત તે 2023ના વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. શમી 445 દિવસ બાદ વાપસી કરી રહ્યો છે.              


ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝ નહીં રમે બુમરાહ