India vs Pakistan: ગઇકાલે ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હારેલી મેચમાં જીત મેળવી હતી. ન્યૂયોર્કમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે અશક્યને શક્ય બનાવી દીધું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ રમીને માત્ર 119 રન બનાવ્યા ત્યારે પાકિસ્તાની ફેન્સ અને તેમના પૂર્વ ક્રિકેટરોમાં ખુશી છવાઈ ગઈ હતી. ત્યારબાદ બેટિંગમાં તેને જીતવા માટે છેલ્લા 48 બોલમાં માત્ર 48 રન બનાવવાના હતા. આવી સ્થિતિમાં ભારતીય બોલરોએ કમાલનું કરિશ્માઈ પ્રદર્શન કરીને બાજી પલટી નાંખી હતી. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની આગામી ટક્કરને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ મેચ 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફીમાં રમાશે.


ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફીનું શિડ્યૂલ ICCને સુપરત કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં, યજમાન દેશ ટૂર્નામેન્ટના ડ્રાફ્ટ શિડ્યૂલને ICCને મોકલે છે અને પછી ICC તેને મંજૂરી આપે છે. રિપોર્ટ અનુસાર ચેમ્પિયન્સ ટ્રૉફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ વચ્ચે રમાશે. જો કે હજુ સુધી મેચોની તારીખો જાહેર કરવામાં આવી નથી.


રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરમાં પ્રસ્તાવિત છે. જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાન જશે તો ભારત-પાકિસ્તાન મેચ લાહોરમાં રમાશે. જોકે, BCCIએ હજુ સુધી પાકિસ્તાન જવા અંગે કંઈ કહ્યું નથી. આ નિર્ણય ભારત સરકારની મંજૂરીને આધીન છે.


લીગ સ્ટેજમાં જ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ શકે છે પાકિસ્તાની ટીમ 
ભારત સામે 6 રનથી હાર બાદ હવે બાબર આઝમની ટીમ 2024ના T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે. વાસ્તવમાં આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા બાબરની સેનાને અમેરિકાએ હાર આપી હતી. હવે પાકિસ્તાને તેની આગામી મેચ આયરલેન્ડ અને કેનેડા સાથે રમવાની છે. તેમની આશા જીવંત રાખવા માટે પાકિસ્તાને તેમની આગામી બંને મેચો મોટા માર્જિનથી જીતવી પડશે અને પછી યુએસએની કારમી હાર માટે પ્રાર્થના કરવી પડશે.