Champions Trophy Semi Final 2025  :  આજે ચેમ્પિયન્સ ટ્રૉફી સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મહામુકાબલો છે.  બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા  વનડેમાં સતત 14મી વખત ટોસ હાર્યો છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચ માટે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. મેથ્યુ શોર્ટના સ્થાને કૂપર કોનોલીને તક મળી છે, જ્યારે સ્પેન્સર જોન્સનની જગ્યાએ તનવીર સાંઘાને તક મળી છે. 

ભારતીય ટીમ સતત 14મી વખત ટોસ હારી છે. જોકે, સારા સમાચાર એ છે કે રોહિતે છેલ્લી ત્રણ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાન અને પછી ન્યુઝીલેન્ડનો પરાજય થયો હતો.

ભારતની પ્લેઈંગ ઈલેવન 

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: કૂપર કોનલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટ-કીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્શિસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા.

ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ-ટૂ-હેડ રેકોર્ડ શું છે ? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ૧૫૧ વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ૮૪ મેચ જીતી છે, જ્યારે ભારતે ૫૭ મેચ જીતી છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ODI ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમ સામે ટોચ પર રહ્યું છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વાર આમને-સામને થયા છે. ભારતીય ટીમે બંને વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. વળી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

આઇસીસી વનડે ઇવેન્ટમાં નૉકઆઉટ મેચોમાં કોનું પલડું રહ્યું છે ભારે ? ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 6 વખત એકબીજા સામે આવી છે. પરંતુ શું તમે જાણો છો કે ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં કોનો હાથ ઉપર રહ્યો છે? ભારતે ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને 3 વખત હરાવ્યું છે. વળી, ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો છે.