Champions Trophy Tour India: ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટ્રોફી ટૂર જાહેર કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાંધાઓ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નહીં જાય. ICCએ POK પ્લાન પાકિસ્તાનમાંથી રદ્દ કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ ઈસ્લામાબાદથી 16 નવેમ્બરથી શરૂ થશે. તેનું છેલ્લું શિડ્યુલ ભારત માટે જ રાખવામાં આવ્યું છે. આ પછી ટ્રોફી ફરી પાકિસ્તાન જશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ ચેમ્પિયન્સ ટ્રોફીને પીઓકે લઈ જવા ઈચ્છતું હતું. પરંતુ બીસીસીઆઈના વાંધા બાદ તેની યોજના પર પાણી ફરી વળ્યું હતું. હવે ICCએ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે 16 નવેમ્બરથી શરૂ થશે અને 26 જાન્યુઆરી સુધી ચાલશે. ટ્રોફી 26મી જાન્યુઆરીએ ભારતમાં જ રહેશે. 26 જાન્યુઆરી એ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ ગણતંત્ર દિવસ છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં ક્યારે આવશે ?
ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ પણ નક્કી કરવામાં આવ્યો છે. તે 15 જાન્યુઆરીએ ભારતમાં આવશે અને 26 જાન્યુઆરી સુધી ચાલશે. ICCએ તેનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ પાકિસ્તાનમાં 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. ટ્રોફી ઈસ્લામાબાદ પછી એબટાબાદ, મુર્રી, નથિયા ગલી અને કરાચીમાં જશે. આ પછી તે 26 થી 28 નવેમ્બર સુધી અફઘાનિસ્તાનમાં રહેશે.
બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત આ દેશોમાં પણ થશે ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ -
અફઘાનિસ્તાન બાદ હવે ચેમ્પિયન્સ ટ્રોફી બાંગ્લાદેશ જશે. આ 10 થી 13 ડિસેમ્બર સુધી રહેશે. આ પછી 15 થી 22 ડિસેમ્બર સુધી સાઉથ આફ્રિકાનું શેડ્યૂલ રાખવામાં આવ્યું છે. ટ્રોફી 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે. આ પછી, 6 થી 11 જાન્યુઆરી સુધી ન્યુઝીલેન્ડમાં રહેશે. આ ટ્રોફી 12 થી 14 જાન્યુઆરી સુધી ઈંગ્લેન્ડમાં રહેશે. આ પછી તે ભારત પહોંચશે.
ટ્રોફી ટૂરનું સંપૂર્ણ શેડ્યૂલ:
16 નવેમ્બર - ઈસ્લામાબાદ, પાકિસ્તાન
17 નવેમ્બર – તક્ષશિલા અને ખાનપુર, પાકિસ્તાન
18 નવેમ્બર - એબટાબાદ, પાકિસ્તાન
19 નવેમ્બર- મુર્રી, પાકિસ્તાન
20 નવેમ્બર- નથિયા ગલી, પાકિસ્તાન
22 - 25 નવેમ્બર - કરાચી, પાકિસ્તાન
26 - 28 નવેમ્બર - અફઘાનિસ્તાન
10 - 13 ડિસેમ્બર - બાંગ્લાદેશ
15 - 22 ડિસેમ્બર - દક્ષિણ આફ્રિકા
25 ડિસેમ્બર - 5 જાન્યુઆરી - ઓસ્ટ્રેલિયા
6 - 11 જાન્યુઆરી - ન્યુઝીલેન્ડ
12 - 14 જાન્યુઆરી - ઈંગ્લેન્ડ
15 - 26 જાન્યુઆરી - ભારત
27 જાન્યુઆરી – ટૂર્નામેન્ટની શરૂઆતનું સ્થળ – પાકિસ્તાન