Indian Cricketers On Chandrayaan-3 Landing: ભારતે બુધવારે ચંદ્રયાન-3 લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો.  23 ઓગસ્ટ (બુધવાર) ના રોજ, ચંદ્રયાન-3 એ સાંજે 6:04 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ લેન્ડિંગ બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી હતી. ભારતીય ક્રિકેટરો પણ ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગથી ઘણા ખુશ દેખાયા હતા. ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ભૂતપૂર્વ ક્રિકેટરો અને વર્તમાન ક્રિકેટરોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી.


 






ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીરથી લઈને વર્તમાન ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પણ આ યાદીમાં સામેલ છે. સેહવાગે ટ્વીટ કરીને લખ્યું, અમે કરી બતાવ્યું. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ. આ સિવાય સેહવાગે ઈસરો અને આ ઐતિહાસિક મિશનમાં પોતાની જાતને સામેલ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. સેહવાગે આગળ લખ્યું કે, "અમે ચંદ્ર પર છીએ." ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરે ટ્વીટમાં લખ્યું, "વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા."


 






આ સિવાય ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું, "વેલ ડન ઈન્ડિયા!" આની આગળ તેણે ઈસરો અને ચંદ્રયાન-3ના હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. તો બીજી તરફ, વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ ટ્વીટ કરીને આ ઐતિહાસિક ક્ષણ પર ખુશી વ્યક્ત કરી, “ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ છે. આપણા બધા માટે ગર્વની ક્ષણ અને ઈસરોને તેમના તમામ પ્રયાસો માટે અભિનંદન.


 






ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આ ક્ષણ વિશે ટ્વિટ કર્યું અને લખ્યું, “ઐતિહાસિક! ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણ બદલ મારા તમામ ભારતીય મિત્રોને અભિનંદન! સતત પ્રગતિ અને સફળતા માટે આપણા દેશ પર ખૂબ ગર્વ છે. ભારતીય સ્પિનર ​​આર અશ્વિને લખ્યું, ઈતિહાસ. આ અદ્ભુત સિદ્ધિ માટે ઈસરોને અભિનંદન. એ જ રીતે, ટીમના બીજા સ્ટાર સ્પિનર ​​યુજી ચહલે ટ્વીટ કર્યું, અભિનંદન ઈસરો. દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ. તમારા સમર્પણ અને મક્કમતાને સલામ.