CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો

આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2021નો પ્રથમ ક્વોલીફાયર મુકાબલો હતો. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 10 Oct 2021 11:29 PM
ચેન્નઈ સુપર  કિંગ્સ આઈપીએલ 2021ની ફાઈનલમાં

દિલ્હીને હરાવીને ચેન્નઈ સુપર  કિંગ્સ આઈપીએલ 2021ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ચેન્નઈ તરફથી રોબિન ઉથપ્પા અને ઋતુરાજ ગાયકવાડ જીતના હીરો રહ્યા છે. બંનેએ શાનદાર ઈનિંગ રમી હતી. 

ઋતુરાજ ગાયકવાડ 70 રન બનાવી રમતમાં

ઋતુરાજ ગાયકવાડ 70 રન બનાવી રમતમાં છે. ચેન્નઈને જીત માટે 12 બોલમાં 24 રનની જરુર છે. 

રોબિન ઉથપ્પા 63 રન બનાવી આઉટ

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 100 રનને પાર થયો છે. રોબિન ઉથપ્પા અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર ઈનિંગ રમી છે. રોબિન ઉથપ્પા 63 રન બનાવી આઉટ થયો છે. 

ઉથપ્પાએ અડધી સદી ફટકારી

ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર ઈનિંગ રમતા 10 ઓવરમાં 83 રન બનાવી લીધા છે. ચેન્નઈ તરફથી રોબિન ઉથપ્પાએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. 

રોબિન ઉપથ્થા 40 રને રમતમાં

ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 6 ઓવરમાં 50 રનને પાર થયો છે. રોબિન ઉપથ્થા 40 રને રમતમાં છે. 

દિલ્હીએ ચેન્નઈની ટીમને જીત માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 172 રનનો સ્કોર બનાવ્યો છે. દિલ્હી તરફથી પૃથ્વી શોએ શાનદાર શરુઆત કરતા 60 રન બનાવ્યા હતા. રુષભ પંતે અને હેટમાયરે પણ સારી ઈનિંગ રમી હતી. દિલ્હીએ ચેન્નઈની ટીમને જીત માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો છે.

પંત 12 અને હેટમાયર 22 રને રમતમાં

દિલ્હી કેપિટલ્સે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 115 રન બનાવી લીધા છે.પંત 12 અને હેટમાયર 22 રને રમતમાં છે. 

પૃથ્વી શો 60 રન બનાવી આઉટ

પૃથ્વી શો 60 રન બનાવી આઉટ થયો છે. દિલ્હીનો સ્કોર 10.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 82 રન બનાવ્યા છે. 

શ્રેયશ અય્યર માત્ર 1 રન બનાવી આઉટ

દિલ્હી કેપિટલ્સને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયશ અય્યર માત્ર 1 રન બનાવી આઉટ થયો છે. દિલ્હીને ટીમે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 51 રન બનાવી લીધા છે. 

દિલ્હી કેપિટલ્સને પ્રથમ ઝટકો

દિલ્હી કેપિટલ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. શિખર ધવન 7 રન બનાવી આઉટ થયો છે. પૃથ્વી શો હાલ રમતમાં છે અને શાનદાર ઈનિંગ રમી રહ્યો છે. દિલ્હીને ટીમે 3.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 36 રન બનાવી લીધા છે. 

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો

દુબઈમાં પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકગ્રાઉન્ડ

આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2021નો પ્રથમ ક્વોલીફાયર મુકાબલો હતો. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.  ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પાએ ચેન્નઈ સુપર કિંગ્સને રોમાંચક મુકાબલામાં દિલ્હી સામે જીત અપાવી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.