ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના બે સભ્યો અને બસ ડ્રાઇવર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  તેમાં એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વાનાથન, લક્ષ્મીપતિ બાલાજી અને એક બસનો ક્લીનર સામેલ છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે બાકી સભ્ય હાલ દિલ્હીમાં છે અને તે નેગેટિવ છે. રવિવારે થયેલા ટેસ્ટમાં આ વાત સામે આવી છે. જેના કારણે  તેઓ બાકીની ટીમથી અલગ થઈ ગયા છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા ચેન્નઈની ટીમ પોતાનું પ્રેક્ટિસ સેશન રદ કર્યું છે. 


કોરોનાના કહેરની અસર હવે આઈપીએલ પર પણ જોવા મળી રહી છે. સોમવારે એટલે કે આજે રમાનાર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાનાર મેચ રદ્દ કરવામાં આવી છે. જાણકારી અનુસાર કોલોકાતાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.


 


આઈપીએલની 14મી સીઝનની 30મી મેચ આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુર અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાવાની હતી. આ મેચ સાંજે 7-30 કલાકથી રમાવાની હતી.


 


કોરોનાના કહેરની વચ્ચે બીસીસીઆઈએ મજબૂત બાયો બબલ રહેવાનું કહ્યું હતુ, ત્યાર બાદ અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. ચેન્નઈ અને મુંબઈની તમામ મેચ પૂરી થઈ ગઈ છે. પરંતુ અમદાવાદમાં હાલમાં મેચ રદ્દ કરવામાં આવી છે.


હાલમાં જ બીસીસીઆઈએ બાયો બબલ નિયમ કડક બનાવ્યા હતા. ખેલાડીઓને દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ કરાવાવની જગ્યાએ બે દિવસે કરાવવા કહ્યું હતું. સાથે જ બીસીસીઆઈએ ખેલાડીઓને હોટલની બહારનું ખાવાનું મગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આઈપીએલના સીઓઓ હેમાંગ અમીને કહ્યું હતું કે, પહેલા ખેલાડીઓ ટૂર્નામેન્ટ પહેલા કેટલીક હોટલમાંથી ખાવાનું મગાવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે આ સુવિધા પરત લેવામાં આવી છે.


 


IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં દિલ્હી સહિત 6 જગ્યાએ IPL યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.


 


આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ આઈપીએલ 2021થી દૂર થઈ ચૂક્યા છે.