cheteshwar pujara : ભારતીય ટીમના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ચાલી રહેલી રણજી ટ્રોફીના રાઉન્ડ-3માં સૌરાષ્ટ્ર માટે રમતી વખતે અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 20 હજારનો સ્કોર કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો હતો. ચેતેશ્વર પૂજારા શાનદાર ફોર્મમાં છે. 

66 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો

ચેતેશ્વર પૂજારાને 20 હજારના માઈલસ્ટોન સુધી પહોંચવા માટે 96 રનની જરૂર હતી. પૂજારાએ વિદર્ભ સામે પ્રથમ ઇનિંગમાં 43 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 66 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પુજારાએ રાજકોટમાં ઝારખંડ સામે 243 રનની અણનમ ઇનિંગ રમી હતી. બીજી મેચમાં તેણે હરિયાણા સામે 43 બોલમાં 49 રન બનાવ્યા હતા. પુજારાએ વિદર્ભ સામે 66 રનની ઇનિંગ રમીને સૌરાષ્ટ્રની ઇનિંગને સંભાળી લીધી છે.

પૂજારાએ 103 ટેસ્ટ મેચમાં 44.36ની એવરેજથી 7195 રન બનાવ્યા

તમને જણાવી દઈએ કે ચેતેશ્વર પૂજારાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવ્યો નથી. તેના સ્થાને શુભમન ગિલને ત્રીજા નંબર પર સ્થાન મળ્યું છે. ભારત તરફથી રમતા પૂજારાએ 103 ટેસ્ટ મેચમાં 44.36ની એવરેજથી 7195 રન બનાવ્યા છે. આ સિવાય પૂજારાએ ઘરેલુ ક્રિકેટમાં 61 સદી અને 77 અડધી સદી ફટકારી છે. પુજારાએ 103 ટેસ્ટમાં 11 વખત અણનમ રહીને 7195 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન નોટઆઉટ છે.

સૌરાષ્ટ્ર અત્યારે રાઉન્ડ-3માં મજબૂત સ્થિતિમાં

રણજી મેચની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અત્યારે રાઉન્ડ-3માં મજબૂત સ્થિતિમાં છે. ગ્રુપ A મેચના બીજા દિવસે વિદર્ભ 78 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ચિરાગ જાનીએ 4/14નું જોરદાર પ્રદર્શન આપ્યું હતું. સ્ટમ્પ સમયે સૌરાષ્ટ્રનો સ્કોર 205/3 હતો. વિશ્વરાજ જાડેજાએ 79 રન બનાવ્યા હતા, જ્યારે ચેતેશ્વર પૂજારા 49 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ખેલાડી મેચ રન સદી
સુનીલ ગાવસ્કર 348 25,834 81
સચિન તેંડુલકર 310 25,396 81
રાહુલ દ્રવિડ 298 23,794 68
ચેતેશ્વર પૂજારા 260 20,013 61


રણજી ટ્રોફી મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી

પુજારાએ ઝારખંડ સામે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફી મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. સૌરાષ્ટ્ર તરફથી રમતા પૂજારાએ પ્રથમ દાવમાં અણનમ 243 રન બનાવ્યા હતા. આ દરમિયાન પૂજારાએ 356 બોલનો સામનો કર્યો અને 30 ફોર ફટકારી હતી.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial