IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતના મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે, બીજી ટેસ્ટમાં 13 રન બનાવતાની સાથે જ પુજારાએ પોતાની ટેસ્ટ ક્રિકેટ કેરિયરના 7000 રન પુરા કરી લીધા છે. આ 13 રન બનાવતાની સાથે જ પુજારાએ ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડૉન બ્રેડમેનનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
ખરેખરમાં, ચેતેશ્વર પુજારાએ પોતાની ટેસ્ટ ક્રિકેટ કેરિયરમાં 97 મેચ રમી છે, અને તેમાં 44.76 ની શાનદાર એવરેજથી 7000 રન બનાવ્યા છે, તે ક્રિકેટની લીજેન્ડ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સર ડૉન બ્રેડમેનને ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પાછળ પાડી દીધા છે. ગુજરાતી ક્રિકેટર પુજારાની આ ટેસ્ટ ક્રિકેટમાં મોટી ઉપલબ્ધિ છે.
પુજારાએ 97 ટેસ્ટ મેચમા આ સિદ્ધિ હાંસલ કરી છે, તેને 7000 રન પુરા કરી લીધા છે. ડૉન બ્રેડમેનની વાત કરીએ તો તેમને કુલ 52 ટેસ્ટ મેચ રમી હતી, અને જેમાં તેમની એવરેજ 99.94ની રહી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં 7000થી વધુ રન બનાવનારો આઠમો ભારતીય બની ગયો પુજારા -
ટીમ ઇન્ડિયાના મીડિલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા હાલના સમયમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં પુજારાએ પ્રથમ ઇનિંગમાં 90 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં શતકીય ઇનિંગ રમી હતી, તેને અણનમ 102 રન બનાવ્યા હતા.