Cheteshwar Pujara IND vs AUS: ટીમ ઈન્ડિયાનો પાવરફૂલ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા એક નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાશે. આ મેચ 22 નવેમ્બરથી રમાશે. પૂજારા આ મેચ દરમિયાન કૉમેન્ટ્રી બૉક્સમાં જોવા મળી શકે છે. જો કે આ અંગે સત્તાવાર માહિતી બહાર આવી નથી. પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે 103 ટેસ્ટ મેચ રમી છે.


પુજારાએ ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તે જૂન 2023 પછી ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહોતો. પૂજારા હવે નવી જવાબદારી સાથે જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજારા સ્ટાર સ્પોર્ટ્સ માટે હિન્દી કૉમેન્ટ્રી કરી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પુજારા ભારતનો અનુભવી બેટ્સમેન રહ્યો છે. ટેસ્ટમાં તેનો રેકોર્ડ સારો છે.


રોહિત શર્મા વિના મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા ? -
ટીમ ઈન્ડિયા પર્થ ટેસ્ટમાં રોહિત શર્મા વિના જ મેદાનમાં ઉતરી શકે છે. રોહિત પર્થ ટેસ્ટ ચૂકવાનો છે. તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. તેથી, રોહિત પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. તે એડિલેડ ટેસ્ટમાંથી મેદાનમાં પરત ફરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે.


પુજારાની અત્યાર સુધી કેવી રહી ટેસ્ટ કેરિયર 
પુજારાએ 2010માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ મેચ રમી હતી. તેણે તેની છેલ્લી મેચ 2023માં રમી હતી. પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 103 મેચ રમી છે. આ દરમિયાન તેણે 7195 રન બનાવ્યા છે. તેણે ભારત માટે બેવડી સદી પણ ફટકારી છે. પૂજારાએ ટેસ્ટમાં 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 206 રન રહ્યો છે. હવે પુજારા ક્રિકેટ બાદ કોમેન્ટ્રી કરતો પણ જોવા મળી શકે છે.


આ પણ વાંચો


Rohit Sharma Perth Test: રોહિત પર્થ ટેસ્ટમાં નહીં રમે? આ અંગે મોટું અપડેટ સામે આવ્યું , જાણો ક્યારે જશે ઓસ્ટ્રેલિયા