IND vs AUS, 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે કાંગારુ ટીમને માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, અત્યારે બીજી ટેસ્ટ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આ મેચ ભારતીય ટીમ માટે ખુબ મહત્વની છે, પરંતુ સાથે સાથે ગુજરાતી સ્ટાર બેટ્સમેને ચેતેશ્વર પુજારા માટે પણ ખુબ મહત્વની છે, દિલ્હીમાં રમાઇ રહેલી આ ટેસ્ટ ચેતેશ્વર પુજારાની 100મી ટેસ્ટ મેચ છે.
ચેતેશ્વર પુજારા ભારતીય ટીમનો સૌથી વિશ્વાસપાત્ર મીડલ ઓર્ડર બેટ્સમેન છે, અને અત્યારે તે પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે, પરંતુ આ ટેસ્ટ તેના માટે એક ખરાબ રેકોર્ડમાં સામેલ થઇ ગઇ છે. ચેતેશ્વર પુજારા પોતાની 100મી ટેસ્ટમાં શૂન્ય રન આઉટ થઇને પેવેલિયન ગયો છે, ઓસ્ટ્રેલિયાના નાથન લિયૉને તેને શૂન્ય રને એલબીડબલ્યૂ આઉટ કરી દીધો છે.
જાણો અહીં આ પહેલા કયા કયા સ્ટાર બેટ્સમેનો પોતાની 100મી ટેસ્ટમાં શૂન્ય રને આઉટ થઇને પેવેલિયન ભેગા થયા છે.
100મી ટેસ્ટમાં શૂન્ય રને આઉટ થનારા બેટ્સમેન -
દિલીપ વેંગસરકર (ભારત)
એલન બૉર્ડર (ઓસ્ટ્રેલિયા)
કર્ટની વૉલ્શ (વેસ્ટ ઇન્ડિઝ)
માર્ક ટેલર (ઓસ્ટ્રેલિયા)
સ્ટેફન ફ્લેમિંગ (ન્યૂઝીલેન્ડ)
બ્રાન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ)
એલિસ્ટર કૂક (ઇંગ્લેન્ડ)
ચેતેશ્વર પુજાર (ભારત)