IND vs AUS, 2nd Test: બીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો લાગ્યો છે. ડેવિડ વોર્નર ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને મેટ રેનશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા.


ઓસ્ટ્રેલિયા 263 રનમાં ઓલઆઉટ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચનો આજથી દિલ્હીમાં પ્રારંભ થયો છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 78.4 ઓવરમાં 263 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક 81 રન બનાવ્યા હતા. પીટર હેંડસકોમ્બ 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમીંસે 33 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શમીએ 60 રનમાં 4, જાડેજાએ 68 રનમાં 3 અને અશ્વિને 57 રનમાં 3 વિકેટ લીધી હતી.






ભારત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા (કે.), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ


ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવનઃ ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનમેન


જાડેજાએ દિગ્ગજોને પાછળ છોડી મેળવી આ સિદ્ધિ


રવિન્દ્ર જાડેજાએ દિગ્ગજોને પાછળ છોડી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.  દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મેચના પ્રથમ દિવસે જાડેજાએ ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ઓપનર ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો હતો. કેએલ રાહુલે ખ્વાજાનો શાનદાર કેચ કર્યો હતો. આ સાથે જ જાડેજાએ ટેસ્ટમાં આ 250મી વિકેટ પુરી કરી હતી. જાડેજાએ પોતાની 62મી ટેસ્ટમાં 250 વિકેટ પૂરી કરી હતી. આ ઉપરાંત જાડેજાએ બેટિંગમાં 2500થી વધુ રન બનાવ્યા છે. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 2500થી વધુ રન બનાવવાની સાથે સૌથી ઝડપી 250 વિકેટ લેનાર એશિયન ક્રિકેટર બની ગયો છે. આ મામલામાં તેણે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનને પાછળ છોડી દીધા છે.