Cheteshwar Pujara's Daughter: ચેતેશ્વર પૂજારાની ચાર વર્ષની દીકરી અદિતિનો એક ફની વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તે તેના પિતાની સદીની ઇનિંગ્સનો આનંદ માણતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ડાન્સ કરતી વખતે અદિતિ તેના પિતાને ચીયર કરતી જોવા મળે છે. પૂજારાએ પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ચેતેશ્વર પુજારા ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા રોયલ લંડન વન ડે કપમાં સસેક્સ તરફથી રમી રહ્યો છે. અહીં તેણે બે બેક ટુ બેક મેચમાં જબરદસ્ત સદી ફટકારી છે. પ્રથમ મેચમાં તેણે 104 રનની ઇનિંગ રમી હતી જ્યારે બીજી મેચમાં તેણે 174 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ બંને મેચ સસેક્સે જીતી હતી. પુજારાએ પોતાની ટીમની જીત બાદ મેચ સાથે જોડાયેલી કેટલીક પળોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ત્યારે તેની પુત્રી અદિતિ પણ તેમાં જોવા મળી હતી.વીડિયોમાં તે મસ્તીના મૂડમાં ડાન્સ કરતી જોવા મળી હતી..આ વીડિયોને શેર કરતા પૂજારાએ લખ્યું, 'આજે રાત્રે ટીમની જીતમાં યોગદાન આપવાનો ઘણો આનંદ છે. સસેક્સની આખી ટીમે શાનદાર રમત બતાવી. અમે વધુ સારી સ્થિતિમાં છીએ અને અમારી આગામી મેચને લઈને તૈયાર છીએ.
પૂજારાએ 131 બોલમાં 174 રન બનાવ્યા હતા
સરે સામેની વન-ડે મેચમાં સસેક્સની ટીમે એક સમયે પોતાના બંને ઓપનરની વિકેટ 9 રનમાં ગુમાવી દીધી હતી. અહીંથી પૂજારા અને ટોમ ક્લાર્કે 205 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ક્લાર્ક 104 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ પુજારા ક્રિઝ પર જ રહ્યો હતો. તેણે 131 બોલમાં 174 રન બનાવ્યા હતા. તેની ઇનિંગની મદદથી સસેક્સે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 378 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સસેક્સે આ મેચમાં 216 રનથી જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ