નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે દેશભરમાં ચીની કંપનીઓ અને ચીની પ્રૉડક્ટ્સનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. સોશ્યલ મીડિયામાં જબરદસ્ત કેમ્પેઇન ચાલી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે બીસીસીઆઇ અને ચીની કંપનીઓના કૉન્ટ્રાક્ટ અને સંબંધો પર પણ સવાલો ઉઠ્યા છે.

બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ચીની ક્રિકેટ નિર્માતા વીવો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નુ ટાઇટલ સ્પૉન્સર રહેશે જ. તેમને આ અંગે માહિતી આપી કે ભલે ચીની બ્રાન્ડ આઇપીએલની સ્પૉન્સર છે પણ લોકોને સમજવુ પડશે કે તેનાથી આવતા પૈસા ભારતમાં જ રહેવાના છે.

બીસીસીઆઇ ભલે દુનિયાનુ સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે, જેની કમાણી કુલ 11900 કરોડ રૂપિયા છે, પણ જો આપણે ચીની સ્પૉન્સરનો બહિષ્કાર કરીશું તો આનાથી ચીની કંપનીઓની બહુ જ ઓછો ફરક પડશે. જો બીસીસીઆઇના નુકશાનની વાત કરીએ તો અહીં બોર્ડને 1675 કરોડ રૂપિયાનુ નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. આમાં સ્પૉન્સરશીપ ડીલ અને બાકી બચેલી ડીલ છે તે સામેલ છે.

આ ઉપરાંત 1000 કરોડ રૂપિયાનુ બીજુ નુકશાન થશે કેમકે હૉસ્ટ બ્રૉડકાસ્ટર છે તેને એડ અને ચીની કંપનીઓ પાસેથી પૈસા મળે છે. આમાં વીવો અને ઓપ્પો જેવી કંપનીઓએ બીસીસીઆઇને વધારે પૈસા આપ્યા છે.



બીસીસીઆઇ અને ચીની સ્પૉન્સર ડીલ (અંદાજે)
વીવી- પાંચ વર્ષની આઇપીએલ ટાઇટલ સ્પૉન્સર ડીલ પર 2200 કરોડ. 450 કરોડ પ્રતિ વર્ષ - બાકીના બે વર્ષો માટે 900 કરોડ.

પેટીએમ- 326 કરોડ- 2023 સુધી બાકીના ત્રણ વર્ષ માટે 180 કરોડનુ નુકશાન.

ડ્રીમ ઇલેવન- આઇપીએલના ચાર વર્ષો માટે 210 કરોડ - બાકીના ત્રણ વર્ષો માટે 150 કરોડનુ નુકશાન.

સ્વિગી- પ્રતિ વર્ષ 50 કરોડ, બાકીના એક વર્ષ માટે 25 કરોડ રૂપિયાનુ નુકશાન.

બાયજૂ- પાંચ વર્ષ માટે 1079 કરોડની જર્સી સ્પૉન્સર, લગભગ 210 કરોડ પ્રતિ વર્ષ - બાકીના બે વર્ષો માટે 420 કરોડનુ નુકશાન.

જાહેરાતના માધ્યમથી સ્ટારને આવક હાનિથી વધારાના 1000 કરોડ.