વેસ્ટઇન્ડિઝ ક્રિકેટમાં ભારતના પીએમ મોદીની ધૂમ મચી છે. વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે ભારતીય પીએમના વખાણ કર્યા છે. તે પણ પીએમ મોદી દ્વારા લેવામાં આવેલ પગલાના વખાણ કરતાં જોવા મળ્યો છે. સવાલ એ છે કે ભારતીય પીએમ મોદીએ એવું તે શું કર્યું છે કે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર તેમના વખાણ કરી રહ્યા છે.?
આ મોટા સવાલનો જવાબ વિશ્વભરમાં ફેલાયેલ કોરોનાથી મળે છો. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો પ્રકોપ છે. કેટલાક દેશ તો આ મહામારીથી ખૂબ જ પ્રભાવિત છે. ભારત પણ તેમાં સામેલ છે. પરંતુ સારી વાત એ છે કે ભારતે આ મહામારીનું સમાધાન શોધી લીધું છે. અને એ છે કરોનાની રસી.
કોરોનાની રસીને લઈને પીએમ મોદીના વખાણ
કોરોનાથી બચવા માટે દેશની તો મદદ થઈ રહી છે સાથે જ ભારત વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી રહ્યુ છે. કેરેબિયન દ્વીપમાં આવેલ જમૈકા પણ એવા દેશમાંથી એક છે જેને ભારતે કોરોનાની રસી ગિફ્ટ કરી છે. આ જ કારણ છે કે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટર ખાસ કરીને જમૈકાથી આવે છે તે ભારતીય પીએમ મોદીની વાહવાહી કરતા જોવા મળી રહ્યા છે.
ક્રિસ ગેલે PM અને ભારતનો આભાર વ્યક્ત કર્યો
જમૈકન ક્રિકેટર ક્રિસ ગેલે નરેન્દ્ર મોદીને મોકલેલ પોતાના આભાર મેસેજમાં ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, “હું પીએમ મોદી, ભારત સરકાર અને ત્યાંના લોકોનો આભારી છું કે તેમણે જમૈકાને કોરોના રસી ગિફ્ટ કરી છે અને મહામારીથી બચવામાં અમારી મદદ કરી છે.”
IPL 2021માં જોવા મળશે કેરેબિયન ખેલાડી
IPLમાં ભાગ લેતા હોવાથી આમ પણ કેરેબિયન ક્રિકેટરોની ભારતીયો સાથે આત્મિયતા વધારે હોય છે. આશા છે કે હવે આઈપીએલ 2021માં કેરેબિયન ક્રિકેટરો ફરી એક વખત પોતાનું શાનદાર પ્રદર્શન આપશે.