India vs England ODI Series: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ સીરિઠ માટે પ્રથમ વખત વનડે ટીમમાં સૂર્યકુમાર યાદવ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ટીમમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત આ સીરિઝ માટે ટીમ ઇન્ડાયમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનને પણ સ્થાન મળ્યું છે.


પાંચ ફાસ્ટ બોલરને મળ્યું ટીમમાં સ્થાન


ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝ માટે પણ જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહે હાલમાં જ લગ્ન કર્યા છે અને એવામાં તેને વનડે ટીમમાં સ્થાન ન મળવું સ્વાભાવિક હતું. બીસીસીઆઈએ વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં પાંચ ફાસ્ટ બોલરને સ્થાન આપ્યું છે. તેમાં ભુવનેશ્વર કુમાર, ટી નટરાજ,ન શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના સામેલ છે.






વનડે માટે ટીમ ઇન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિશભ પંત (વિકેટ કીપર), કેએલ રાહુલ (વિકેટ કીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર


Vaccine Wastage: ભારતના આ 4 રાજ્યમાં કોરોનાની રસી સૌથી વધારે બરબાદ થઈ


અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી


ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા, પ્રદેશ મહામંત્રીએ ખુદ ટ્વીટ કરીને આપી જાણકારી