નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલે પોતાના સન્યાસ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેને હજુ પણ ક્રિકેટ રમવાની ઇચ્છા દર્શાવી છે, આ વાત તેની રમત પ્રત્યેના ઝનૂનને દશાર્વે છે. હાલ ગેલ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ચટોગ્રામ ચેલેન્જર્સ તરફથી મેદાનમાં વાપસી કરી રહ્યો છે.

ક્રિસ ગેલે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના સન્યાસ પર નિવેદન આપ્યુ હતુ. ગેલે કહ્યું ઘણાબધા ફેન્સ ગેલને હજુ પણ મેદાનમાં રમતો જોવા માંગે છે, મારી અંદર રમત પ્રત્યે ઝનૂન અને પ્રેમ છે. જેટલુ સંભવ થશે તેટલુ હુ રમીશ.



ક્રિસ ગેલે કહ્યું કે, મારુ શરીર મારી સાથે છે, મને વિશ્વાસ છે કે વધતી ઉંમર સાથે હુ યુવા થતો જઇશ. હુ હાલ 40 વર્ષનો છું અને 45 મારા માટે સારો નંબર છે, હું કદાચ 45 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમીશ.



ક્રિસ ગેલે 1999માં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, વર્ષ 2016માં ક્રિકેટથી થોડો દુર થયો હતો, જોકે ફરીથી તેને વાપસી કરી લીધી છે.