મુંબઈ: પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ને ટેસ્ટ કરિયર દરમિયાન પહેરેલી ગ્રીન કેપની હરાજી થઇ રહી છે. સોમવારે શેન વોર્ને ટ્વિટર પર કહ્યું કે હરાજીથી જે પણ રકમ મળે તેનાથી જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોને મદદ કરવામાં આવશે. તેની કેપની હરાજી માટેની બોલી માત્ર બે કલાકમાં 2,75, 000 ડોલરને પાર કરી ગઈ હતી.
શેન વોર્નની કેપની અત્યારે બોલી 5,20,500 ડોલરની લાગી છે. સિડનીના એમસી નામના વ્યક્તિએ આ બોલી લગાવી છે. આ સાથે તેની બેગી ગ્રીન કેપ ક્રિકેટ ઇતિહાસની સૌથી મૂલ્યવાન યાદ બની ગઈ છે. અગાઉ સર ડોનાલ્ડ બ્રેડમેનની કેપ માટે 2003માં 4,25,000 ડોલરની બોલી લાગી હતી.
ડોન બ્રેડમેને પોતાની અંતિમ ટેસ્ટમાં પહેરેલી કેપ 2003માં 1,70,000 પાઉન્ડમાં વેચાઈ હતી. ગેરી સોબર્સે જે બેટથી 6 બોલમાં 6 સિક્સ મારી હતી તે 2000માં 54,257 પાઉન્ડમાં વેચાયું હતું. ધોનીએ 2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં વાપરેલું બેટ 2011માં 1,00,000 પાઉન્ડમાં વેચાયું હતું.
શેન વોર્ને ટેસ્ટ કારકિર્દીમાં રમનારી તમામ 145 મેચ દરમિયાન આ કેપ પહેરી હતી. જેમાં તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 708 વિકેટ ઝડપી હતી. આ કેપ વોર્ન દ્વારા ઓટોગ્રાફ કરેલા પ્રમાણપત્ર સાથે આવશે. ઓનલાઇન હરાજીથી મેળવેલી 100% રકમ બુશફાયર પીડિતોને દાન કરવામાં આવશે.
શેન વોર્નની ટોપી પર લાગી કરોડો રૂપિયાની બોલી, ધોની-બ્રેડમેન પાછળ રહ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2020 08:56 PM (IST)
શેન વોર્ને ટ્વિટર પર કહ્યું કે હરાજીથી જે પણ રકમ મળે તેનાથી જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોને મદદ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -