કોલકત્તાઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2020 માટેની હરાજી ગઇકાલે કોલકત્તામાં પુરી થઇ ગઇ. આઇપીએલ ટીમોએ પોતાને મનગમતા ખેલાડીઓની ખરીદી પણ કરી લીધી. જોકે, આ હરાજી પુરી થયા બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને જસપ્રીત બુમરાહ વચ્ચે ટ્વીટર જંગ થઇ ગયો હતો.




ખરેખરમાં, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ લીનને મુંબઇ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇસ સાથે ખરીદી લીધો. બાદમાં ક્રિસ લીને એક ટ્વીટ કર્યુ જેમાં તેને લખ્યું કે- 'મુંબઇ શાનદાર શહેર, બેસ્ટ ફ્રેન્ચાઇઝી ટીમ, ફ્લેટ વિકેટ અને બુમરાહ વિરુદ્ધ નહીં રમવુ પડે, આઇપીએલ 2020ની રાહ જોઇ રહ્યો છું'


આ ટ્વીટ બાદ બુમરાહે પણ રિટ્વીટ કરીને જોરદાર જવાબ આપ્યો હતો. 'હાહા, ટીમમાં તમારુ સ્વાગત છે, લીન તમારે હજુ પણ મારા બૉલનો સામનો કરવો પડશે નેટ્સમાં.' ઉલ્લેખનીય છે કે, બન્ને ખેલાડીઓ વચ્ચે આ ફની ટ્વીટની રમત શરૂ થઇ હતી.


નોંધનીય છે કે, ક્રિસ લીનને આ વર્ષે કોલકત્તા નાઇટ રાઇડર્સે રિલીઝ કરી દીધો હતો, લીનને કોલકત્તાએ 9.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, લીન એક આક્રમક બેટ્સમેન છે. પણ આ વર્ષે મુંબઇ ઇન્ડિયન્સને તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.