CK Nayudu Trophy 2024: ક્રિકેટમાં રેકોર્ડ બનતા અને તૂટતા રહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટમાં પણ આ જોવા મળે છે. હરિયાણા અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં પણ આવું જ પરાક્રમ થયું છે. હરિયાણાના દમદાર ખેલાડી યશવર્ધન દલાલે ઈતિહાસ રચ્યો છે. તેણે અંડર-23 સીકે નાયડુ ટ્રૉફીની આ મેચમાં 400થી વધુ રન બનાવ્યા હતા. તેણે 46 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે યશવર્ધન ટૂર્નામેન્ટમાં છવાઇ ગયો છે.
હરિયાણા અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસની રમતના અંત સુધીમાં હરિયાણાએ 8 વિકેટ ગુમાવીને 732 રન બનાવી લીધા હતા. આ દરમિયાન યશવર્ધન ટીમ માટે ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો. બીજા દિવસ સુધી તેણે 463 બોલનો સામનો કર્યો અને અણનમ 426 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 46 ચોગ્ગા અને 12 છગ્ગા સામેલ છે. યશવર્ધનની સ્ટ્રાઈક રેટ 92.01 રહી હતી.
અર્શ રંગા અને યશવર્ધનની 400 થી વધુ રનોની ભાગીદારી
અર્શ યશવર્ધન સાથે હરિયાણા માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે 311 બોલનો સામનો કર્યો અને 151 રન બનાવ્યા હતા. અર્શની આ ઇનિંગમાં 18 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ દરમિયાન બંને વચ્ચે 410 રનની ભાગીદારી થઈ હતી. અર્શે આ ભાગીદારીમાં 151 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે યશવર્ધને 243 રનનું યોગદાન આપ્યું હતું.
હરિયાણાએ પહેલી ઇનિંગમાં બનાવ્યા 700 થી વધુ રન
હરિયાણાએ મુંબઈની મુશ્કેલીઓ વધારી છે. બીજા દિવસની રમતના અંતે તેણે 8 વિકેટ ગુમાવીને 732 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અર્શ અને યશવર્ધનની સાથે સાથી ખેલાડીઓએ પણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન સર્વેશ રોહિલાએ 59 બોલનો સામનો કરીને 48 રન બનાવ્યા હતા. પર્થ વત્સ 24 રન બનાવીને આઉટ થયો હતો. પર્થ નાગીલે 5 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુંબઈ તરફથી અથર્વ ભોસલેએ 5 વિકેટ લીધી હતી. તેણે 58 ઓવરમાં 135 રન આપ્યા હતા.
આ પણ વાંચો
IND vs SA 2nd T20: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ, જાણો ક્યાં ફ્રીમાં મેચ જોવા મળશે