India-Pakistan Asia Cup game: એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરવા જઈ રહી છે. પાકિસ્તાન સામેની આ મેચ પહેલા જ ભારતીય ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોવિડ-19માંથી સ્વસ્થ થયા બાદ ટીમ સાથે જોડાયા છે. હવે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ બંને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં જોવા મળશે. દ્રવિડ સ્વસ્થ ન થાય ત્યાં સુધી એશિયા કપ માટે BCCI દ્વારા લક્ષ્મણને વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
21 ઓગસ્ટે દ્રવિડ પોઝિટિવ આવ્યો હતો
ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના થાય તે પહેલા 21 ઓગસ્ટે રાહુલ દ્રવિડનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કારણે તે બેંગ્લોરમાં હોમ આઈસોલેશનમાં રહેતા હતા. બાદમાં દ્રવિડનો RT-PCR માટે બે વખત ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. આ કારણે 28 ઓગસ્ટની સાંજે દ્રવિડ દુબઈમાં ભારતીય ટીમ સાથે જોડાયા હતા.
દ્રવિડ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયા ન હતા
રાહુલ દ્રવિડનું કોવિડ-19 પોઝિટિવ હોવું ટીમ માટે ચિંતાનો વિષય હતો, પરંતુ હવે તેઓ જોડાઇ જતા ટીમ ઇન્ડિયાને ફાયજો થશે. રાહુલ દ્રવિડ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણી બાદ બ્રેક પર હતા. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચીફ વીવીએસ લક્ષ્મણ કેએલ રાહુલના નેતૃત્વમાં ઝિમ્બાબ્વે સામેની ODI શ્રેણીમાં કોચ તરીકે ગયા હતા.
ભારત એશિયા કપનું વર્તમાન ચેમ્પિયન છે
દરમિયાન, ભારત રવિવારે (28 ઓગસ્ટ) કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારત આ મેચમાં જીત નોંધાવીને તેના એશિયા કપ અભિયાનની સકારાત્મક શરૂઆત કરવા માંગશે. 2018માં યોજાયેલા છેલ્લા એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. તે સિઝનમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને બે વખત હરાવ્યું હતું. જો કે ગયા વર્ષે બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમનો વિજય થયો હતો.
Irfan Pathan Cobra Movie: ઈરફાન પઠાણની ડેબ્યૂ ફિલ્મને લઈને રોબિન ઉથ્થપાએ આપ્યું મોટું નિવેદન
Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થી ક્યારે ? જાણો ગણેશ પૂજાથી કયા-કયા ગ્રહ થાય છે શાંત
Sachin’s First Car: ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રથમ કાર Maruti 800 ફરી થઈ દોડતી, જુઓ વીડિયો
Photos: રિયલ લાઇફમાં આ રીતે જિંદગી જીવે છે રશ્મિકા મંદાના, તસવીરોમાં દેખાયુ સાદુ જીવન, જુઓ......