IND vs AUS 2022: ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે 208 રનો વિશાળ ટાર્ગેટ આપ્યો છતાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ માટે ખાસ કરીને બૉલિંગ ડિપાર્ટમેન્ટને દોષી આપવામાં આવી રહ્યો છે. એશિયા કપથી લઇને હજુ પણ ભારતીની બૉલિંગ લાઇન અપ પર સવાલો ઉઠી રહ્યા છે, હવે આ કડીમાં વધુ એક અપડેટ સામે આવ્યુ છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી20 મેચમાં ભારતના સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહની વાપસી થશે.
રિપોર્ટ છે કે મોહાલી ટી20 હાર્યા બાદ નાગપુરી ટી20માં જસપ્રીત બુમરાહને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે. બુમરાહ જોકે પુરેપુરો ફિટ ના હોવાના કારણે મોહાલી ટી20માં ન હતો રમી શક્યો.
ક્રિકબઝને ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (બીસીસીઆઇ)ના એક સુત્રએ નાગપુર ટી20માં બુમરાહની પસંદગી પર વાત કહી હતી. ટીમ મેનેજમેન્ટ તેને લઇને કોઇ ઉતાવણ નથી કરવા માંગતુ. હાલ બુમરાહ નેટ્સમાં શાનદાર બૉલિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે.
જો જસપ્રીત બુમરાહની નાગપુર ટી20માં વાપસી થાય છે, તો ઉમેશ યાદવને બહાર બેસવુ પડી શકે છે. ખરેખરમાં ઉમેશ યાદવ આગામી ટી20 વર્લ્ડકપનો ભાગ નથી. તેને મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામા આવ્યો છે. શમી સીરીઝ શરૂ થયા પહેલા કૉવિડ 19ની ઝપેટમાં આવી ગયો હતો.