Asia Cup 2022 Team India: એશિયા કપ 2022 સમાપ્ત થવાના આરે છે. તેની અંતિમ મેચ 11 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. સુપર ફોરની મેચમાં ભારતને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળી હતી. જ્યારે તેણે આમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. કોમેન્ટેટર અને પત્રકાર હર્ષા ભોગલેએ એશિયા કપ 2022ની સર્વશ્રેષ્ઠ XI પસંદ કરી છે. તેણે આમાં માત્ર બે ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
ભારતના કયા બે ખેલાડીને મળ્યું સ્થાન
હર્ષે તેની સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં માત્ર બે ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારની પસંદગી કરવામાં આવી છે. કોહલી એશિયા કપ 2022માં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 5 મેચમાં 276 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ એક સદી અને બે અડધી સદી ફટકારી છે. જ્યારે ભુવનેશ્વર અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેવાના મામલે ટોપ પર છે. તેણે 5 મેચમાં 11 વિકેટ ઝડપી છે. ભુવીએ એક ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી છે.
હર્ષાએ ઓપનિંગ માટે પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝને પસંદ કર્યા છે. જ્યારે કોહલી ત્રીજા નંબર પર છે. નજીબુલ્લાહ ઝદરાના, ભાવુકા રાજપક્ષે અને દાસુન શનાકાને પણ બેસ્ટ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાનના બોલર શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ પણ આમાં સામેલ છે. નસીમ શાહ અને દિલશાન મદુશંકાને પણ સ્થાન મળ્યું છે.
હર્ષ ભોગલેની એશિયા કપ 2022ની શ્રેષ્ઠ ઈલેવન -
- મોહમ્મદ રિઝવાન, 2. રહેમાનુલ્લાહ ગુરબાઝ, 3. વિરાટ કોહલી, 4. નજીબુલ્લાહ ઝદરાન, 5. ભાનુકા રાજપક્ષે, 6. દાસુન શનાકા, 7. શાદાબ ખાન, 8. મોહમ્મદ નવાઝ, 9. ભુવનેશ્વર કુમાર, 10. નસીમ શાહ, 11. દિલશાન મદુશંકા.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 554 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6322 સંક્રમિતો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.47 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 48 હજાર 850 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 13 હજાર 294 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 139 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 214 કરોડ 77 લાખ 55 હજાર 021 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 21 લાખ 63 હજાર 811 ડોઝ અપાયા હતા.