Commonwealth Games 2022 LIVE: હુસામુદ્દીને શાનદાર પ્રદર્શન કરી બોક્સિંગમાં ભારત માટે મેડલ કર્યો નક્કી, નીતૂ પણ અપાવશે મેડલ

કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસની રમત શરૂ થઈ ગઈ છે અને હવે ભારતની નજર મેડલ પર છે

gujarati.abplive.com Last Updated: 03 Aug 2022 09:20 PM
બોક્સિંગ: નીતુ અને હુસામુદ્દીને મેડલ સુનિશ્ચિત કર્યા

મહિલા બોક્સિંગમાં નીતુ સિંહ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેણે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ  નક્કી કરી લીધો છે.   તેણીએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઉત્તરી આયરલેન્ડની નિકોલ ક્લોઇડને હરાવી હતી.  આ સાથે જ મોહમ્મદ હુસામુદ્દીને પણ બોક્સિંગમાં મેડલ નિશ્ચિત કર્યો છે. તેણે 57 કિગ્રા વજન વર્ગમાં નામિબિયાના ટ્રાયાગેન માર્નિંગ નદેવેલોને 4-1થી હરાવ્યો હતો. 

જૂડોમાં ભારતનો મેડલ નક્કી




જૂડોમાં મહિલાઓની 78 કિલોગ્રામ કેટેગરીમાં ભારતે મેડલ નક્કી કર્યો છે. તુલિકા માને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ફાઇનલ મેચમાં જીત અને હારથી મેડલ નક્કી થશે.





ભારતને ચોથો બ્રોન્ઝ મેડલ મળ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. વેઈટલિફ્ટર લવપ્રીત સિંહે બુધવારે 109 KG કેટેગરીમાં મેડલ જીત્યો હતો. તેણે કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ કર્યો હતો. અત્યાર સુધી ભારતનો આ 14મો મેડલ છે, જ્યારે ચોથો બ્રોન્ઝ મેડલ છે. લવપ્રીત સિંહે આ રમતમાં કુલ 355 (163+192) કિલોગ્રામ વજન ઉપાડ્યુ હતું. લવપ્રીત સિંહે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

લવપ્રીત સિંહે જીત્યો બ્રોન્ઝ

ભારતના લવપ્રીત સિંહે 109 કિગ્રા વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે સ્નૈચ રાઉન્ડમાં 163 કિલો વજન ઉપાડ્યું. જ્યારે ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં તેણે 185 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે મેચમાં કુલ 355 કિલો વજન ઉપાડ્યું. વેઈટલિફ્ટિંગમાં ભારતને નવમો મેડલ મળ્યો હતો. આ સાથે જ કુલ મેડલની સંખ્યા 14 થઈ ગઈ છે.





લવપ્રીત સિંહનું શાનદાર પ્રદર્શન

લવપ્રીત સિંહે સ્નૈચ રાઉન્ડમાં શાનદાર રમત બતાવી અને ત્રણેય પ્રયાસોમાં તે સફળ સાબિત થયો. તેણે સ્નેચ રાઉન્ડમાં અનુક્રમે 157 કિગ્રા, 161 કિગ્રા અને 163 કિગ્રા વજન ઉપાડ્યું હતું. આ પછી, લવપ્રીતે ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં તેના ત્રણેય પ્રયાસોમાં સફળતા મેળવી અને અનુક્રમે 185 કિગ્રા, 189 કિગ્રા, 192 કિગ્રા વજન ઉપાડ્યું. આ રીતે લવપ્રીતે કુલ 355 કિગ્રા વજન ઉપાડ્યુ છે.

બ્રેકગ્રાઉન્ડ

કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસની રમત શરૂ થઈ ગઈ છે અને હવે ભારતની નજર મેડલ પર છે. બુધવારે મેડલ રેસમાં ભારતનો પહેલો વેઈટલિફ્ટર લવપ્રીત સિંહ આવ્યો છે, જેણે 109 કિ.ગ્રા. શ્રેણીમાં ભાગ લીધો છે.  લવપ્રીત સિંહે સ્નેૈચ રાઉન્ડમાં શાનદાર રમત બતાવી અને ત્રણેય પ્રયાસોમાં તે સફળ સાબિત થયો. તેણે સ્નૈચ રાઉન્ડમાં અનુક્રમે 157 કિગ્રા, 161 કિગ્રા અને 163 કિગ્રા વજન ઉપાડ્યું હતું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.