Commonwealth Games 2022: ભારતના સ્ક્વોષ ખેલાડી સૌરવ ઘાષાલે આજે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતના સૌરવ ઘોષાલે સ્ક્વોશ મેન્સ સિંગલ્સમાં ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને 11-6, 11-1, 11-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેડલ સંખ્યા 15 પર પહોંચાડી દીધી. ભારત પાસે હવે પાંચ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ છે. સૌરવે શાનદાર પ્રદર્શન કરીને એક પણ સેટમાં ઈંગ્લેન્ડના ખેલાડીને જીતવાનો મોકો નહોતો આપ્યો અને એક તરફી મેચમાં જ જીત મેળવી લીધી હતી અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
સૌરવે ઈંગ્લેન્ડના ખેલાડીને કોઈ તક ના આપીઃ
ઉલ્લેખનીય છે કે, સૌરવ ઘોષાલે 2018માં પણ ગોલ્ડ કોસ્ટમાં મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે સૌરવે આજની બર્મિંગઘમ કોમનવેલ્થ ગેમ્સની મેચમાં એકતરફી મેચમાં અંગ્રેજી ખેલાડીને કોઈ તક આપી ન હતી અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ સિંગલ્સમાં સૌરવ ઘોષાલનો આ પહેલો મેડલ છે. આ સાથે ભારતે પણ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત સ્ક્વોષની રમતમાં મેડલ જીત્યો છે. તેથી કહી શકાય કે, સૌરવ ઘોષાલે આ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.