Suryakumar Yadav Viral Video:  ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મંગળવારે સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી-20  મેચમાં 76 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારતીય ટીમ 5 T20 મેચોની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આ મેચ બાદ સૂર્યકુમાર યાદવનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય બેટ્સમેન ચાહકોને ઓટોગ્રાફ આપતો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈએ ટ્વિટર પર આ વીડિયો શેર કરીને સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી છે.


મેચ બાદ સૂર્યકુમાર યાદવે ફેન્સને ઓટોગ્રાફ આપ્યા






વાસ્તવમાં આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ ચાહકોને ઓટોગ્રાફ આપવા સિવાય હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો સૂર્યકુમાર યાદવની આ ઉદારતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં ચાહકોને સૂર્યકુમાર સાથે સેલ્ફી લેતા પણ જોઈ શકાય છે. બીસીસીઆઈએ તેના ટ્વીટમાં આગળ લખ્યું છે કે મેચ વિનરની હૃદય સ્પર્શી જેસ્ચર.


સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો


આ શાનદાર ઇનિંગ બાદ સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદ તેણે કહ્યું કે હું મારા પ્રદર્શનથી ઘણો ખુશ છું. રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયા પછી એક બેટ્સમેનને 15-17 ઓવર સુધી બેટિંગ કરવી પડી કારણ કે આપણે જોયું કે છેલ્લી મેચમાં શું થયું. આ કારણે બેટ્સમેન માટે વધુમાં વધુ ઓવર રમીને ટીમને જીત અપાવવી મહત્વપૂર્ણ હતી. નોંધનીય છે કે આ મેચમાં ભારતીય ટીમ 165 રનનો પીછો કરી રહી હતી. ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે મેચ જીતી લીધી હતી.