સ્પેન અને રિયલ મેડ્રિડના કેપ્ટન ફૂટબોલર સર્જિયો રામોસ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ત્યારે તેને એક નવો ઝટકો લાગ્યો છે. મંગળવારે તેમના ક્લબ દ્વારા કહેવામાં આવ્યું કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે. 


સર્જિયો રામોસ  1 એપ્રિલથી  ઈજાની સારવાર કરી રહ્યો છે, જેણે તેના ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમ તબક્કામાં લિવરપૂલ સામે 3-1થી જીત મેળવી હતી અને શનિવારે લા લિગામાં હરીફ બાર્સેલોના સામે 2-1થી વિજય મેળવ્યો હતો. તે ઈજામાંથી બહાર નીકળ્યા પછી લિવરપૂલ સામે ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં બીજા તબક્કામાં રમવાનું હતું. હવે કોરોના સંક્રમિત થતા  સ્પેનિશ ફૂટબોલરને હાલમાં દસ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું પડે છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 879 લોકોના મોત થયા છે. જોકે 97,168 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 36 લાખ 89 હજાર 4537


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 22 લાખ 53 હજાર 697


કુલ એક્ટિવ કેસ - 12 લાખ 64 હજાર 698


કુલ મોત - એક લાખ 71 હજાર 058


 


10 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 85 લાખ 33 હજાર 085 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં છેલ્લા 8 દિવસમાં નોંધાયેલા કેસ


12 એપ્રિલઃ 1,68,912


11 એપ્રિલઃ 1,52, 879


10 એપ્રિલઃ 1,45,384


9 એપ્રિલઃ 1,31,968


8 એપ્રિલઃ 1,26,789


7 એપ્રિલઃ 1,15,736


6 એપ્રિલઃ 96,982


5 એપ્રિલઃ 1,03,558


દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronvirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (India Corona Cases) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.61 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને 879 લોકોના મોત થયા છે.