મુંબઈઃ રાજસ્થાનના કેપ્ટન કેપ્ટન સંજુ સેમ્સનની (Sajnu Samson) અકલ્પનીય ઇનિંગ્સ પછી પણ રોયલ્સનો (Rajasthan Royals)નો પંજાબના ૬ વિકેટે ૨૨૧ રનના જંગી સ્કોર સામે ચાર રને પરાજય થયો હતો. આ સાથે સંજુ સેમસન આઈપીએલ 2021માં (IPL 2021) સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. સંજુ સેમ્સને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં શ્રેયસ ઐયરના ૨૦૧૮માં અણનમ ૯૩ રન કરવાના રેકોર્ડને તોડયો હતો. પંજાબ કિગ્સે કેપ્ટન રાહુલ (KL Rahul) અને દીપક હૂડાની વિસ્ફોટક બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સની સામે ૬ વિકેટે ૨૨૧ રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો.
રાજસ્થાન રોયલ્સમાં ગુજરાતના ભાવનગરનો રહેવાસી એકમાત્ર બોલર એવો હતો જે પંજાબના બેટ્સમેનો પર લગામ લાવી શક્યો હતો. તેણે ચાર ઓવરમાં ૩૧ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. 22 વર્ષીય ચેતન સાકરીયાએ (Chetan Sakariya) ક્રિસ મોરિસની ઓવરમાં નિકોલસ પૂરનનો શાનદાર કેચ ઝડપ્યો હતો.
ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે.
આઈપીએલ 2020 (IPL 2020) માં ચેતન સાકરીયા (Chetan Sakariya) આરસીબી (RCB) સાથે યુએઈ (UAE) ગયો હતો. નેટ બોલર તરીકે આ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ભૂમિકામાં, તેણે કોચિંગ સ્ટાફ સિમોન કૈટિચ (Simon Katich) અને માઇક હેસનને (Mike Hesson) પોતાના પ્રશંસક બનાવ્યા હતા.
આઈપીએલ સુધી પહોંચવું એ ચેતન સાકરીયા (Chetan Sakariya) માટેનું સ્વપ્ન પૂરું કરવા જેવું હતું, પરંતુ આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હતો. 2 વર્ષ પહેલા, તેના પિતાએ ટેમ્પો ડ્રાઇવરની (Tempo Driver) નોકરી છોડી દીધી હતી જેથી તે ગુજરાતના વરતેજ (Vartej) શહેરમાં તેના પરિવારની જરૂરિયાતોને પહોંચી શકે. 5 વર્ષ પહેલા તેની પાસે ટીવી (Television) ન હતું. ત્યારે ચેતન મિત્રના ઘરે ક્રિકેટ મેચ જોતો હતો.