ઇસીબીએ 18 ફર્સ્ટ ક્લાસ કાઉન્ટી અને કાઉન્ટી બોર્ડની સાથે બુધવારે બેઠક કરી, આ બેઠકમાં ઇસીબીએ જણાવ્યુ કે તેને હાલના નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછુ 10 કરોડ 60 લાખ પાઉન્ડના નુકશાનની આશંકા છે.
ધ ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે, આ આંકડાં અનુસાર, માનવામાં આવી રહ્યુ છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટના બાકી સત્રના બાયૉ સિક્યૉર માહોલમાં આયોજન થશે. જેમાં પાકિસ્તાન પ્રવાસ અને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ટીમનો છ મેચો માટે લિમીટેડ ઓવરોનો ક્રિકેટનો પ્રવાસ સામેલ છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આ નક્કી થયેલા પ્રવાસોમાં કોઇ મેચ રદ્દ થાય છે કે પછી ઇસીબી આગામી વર્ષે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટિકીટ વેચવામાં નિષ્ફળ રહે છે, તો નુકશાન 7 કરોડ 60 લાખ પાઉન્ડ સુધી વધી શકે છે.
સમાચાર પત્રએ સુત્રના હવાલથી કહ્યું કે, ઇસીબી પોતાના સ્ટાફમાં 25 ટકા સુધીની કમી કરી શકે છે. કોરોના વાયરસ મહામારી ફેલાયા પહેલા ઇસીબીમાં 379 કર્મચારી હતા. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની વચ્ચે ઇંગ્લેન્ડે જુલાઇમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી લીધી છે.