મુંબઇઃ ભારતના પૂર્વ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંદુલકર હાલ કૉવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં એક આગેવાનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. દેશમાં હાલ કોરોનાના પ્રકોપ વધી રહ્યો છે ત્યારે સચિને નક્કી કર્યુ છે કે, તે સન્માનની સાથે પોતાનો 47મો જન્મદિવસ નહીં ઉજવે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર શુક્રવારે 47 વર્ષનો થઇ જશે, પીટીઆઇ અનુસાર, સચિને પોતાનો જન્મદિવસ સન્માનથી નહીં મનાવે કેમકે હાલ જશ્ન મનાવવાનો સમય નથી.
તેમના મતે આ કોરોના મહામારી સામે લડનારા અગ્રણીની ભૂમિકા નિભાવી રહેલા ચિકિત્સકો, નર્સો, ચિકિસ્તા સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કર્યો છે.
સચિન તેંદુલકર પહેલાથી જ આ મહામારી સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું યોગદાન આપી ચૂક્યા છે. સાથે બીજા કેટલાય રાહત કાર્યોમાં પણ જોડાયેલા છે.
નોંધનીય છે કે કોરોના મહામારીથી હાલ દેશમાં 21 હજારથી વધુ લોકો સંક્રમિત છે, અને 681 લોકો મોતને ભેટી ચૂક્યા છે. હાલ દેશભરમાં દેશવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યું છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર નહીં મનાવે પોતાનો 47મો જન્મદિવસ, 24 એપ્રિલે છે બર્થડે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Apr 2020 10:21 AM (IST)
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર શુક્રવારે 47 વર્ષનો થઇ જશે, પીટીઆઇ અનુસાર, સચિને પોતાનો જન્મદિવસ સન્માનથી નહીં મનાવે કેમકે હાલ જશ્ન મનાવવાનો સમય નથી
- - - - - - - - - Advertisement - - - - - - - - -