નવી દિલ્હીઃ દુનિયાભરમાં હાલ કોરોના વાયરસના કારણે તમામ પ્રકારના ક્રિકેટની ગતિવિધિઓ અટકી પડી છે, સૌથી લોકપ્રિય આઇપીએલ અને આગામી ટી20 વર્લ્ડકપ પણ કોરોનાના સંકટના કારણે સ્થગિત થયા છે. ત્યારે પૂર્વ કિવી કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે એક ખાસ પ્લાન બતાવીને બન્ને ટૂર્નામેન્ટને રમાડવાની વાત કહી છે.

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન મેક્કુલમે પોતાના પ્લાન વિશે ખુલાસો કરતા કહ્યું કે, મને લાગે છે કે આઇપીએલને ઓક્ટોબરમાં રમાડવી જોઇએ, અને આગામી ટી20 વર્લ્ડકપને આગળ ધકેલવો જોઇએ. સાથે સાથે મહિલા વર્લ્ડકપને પણ આગળ વધારવી જોઇએ. આને સીધો અર્થ છે કે, આ ત્રણેય ટૂર્નામેન્ટને જોવાનો મોકો મળી જશે.



મેક્કુલમે વધુમાં કહ્યું કે, ટી20 વર્લ્ડકપ દર્શકો વિના રમાશે, 16 દેસોની ટીમો કૉવિડ-19 મહામારીના કારણે લાગેલી યાત્રા પાબંદીઓના કારણે ઓસ્ટ્રેલિયા નહીં પહોંચે, જો આઇપીએલ નહીં રમાય તો કોઇપણ ખેલાડી કે સહયોગી સ્ટાફને ચૂકવણુ નહીં થાય.

નોંધનીય છે કે આઇપીએલ 29 માર્ચ 2020થી શરૂ થવાની હતી, પણ તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરે રમાવવાનો હતો, પણ તે રદ્દ થવાની પુરેપુરી શક્યતા છે. હાલ દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે આર્થિક રીતે બધા દેશોને મોટો ફટકો પડ્યો છે.