નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટ ગતિવિધિઓ પર સતત અસર પડી રહી છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ખુબ પ્રભાવિત થઇ છે. અને તેના કાર્યક્રમમાં ફેરફારની આશંકા પણ ઉભી થઇ છે. હવે રિપોર્ટ છે કે કોરોનાના કારણે વધુ એક ટેસ્ટ સીરીઝ રદ્દ કરાઇ છે.


વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે જૂન મહિનામાં રમાનારી ટેસ્ટ સીરીઝ હવે નક્કી સમય પર નહીં રમાઇ શકે છે, રિપોર્ટ છે કે સીરીઝ રદ્દ થઇ છે. હાલ બ્રિટનમાં કોરોનાના કહેર છે, અહીં લગભગ 1.4 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. અને 19 હજારથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે.



આવામાં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે ટેસ્ટ સીરીઝ ટાળવાનો ફેંસલો કર્યો છે, વિન્ડીઝ ટીમને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો હતો, અહીં બન્ને ટીમો વચ્ચે 3 મેચોની ટેસ્ટ સીરીઝ રમાવવાની હતી.

વિન્ડીઝ ક્રિકેટ બોર્ડના સીઇઓ જૉની ગ્રેવે જણાવ્યુ કે બન્ને બોર્ડે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. બન્ને બોર્ડ મળીને જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે આ સીરીઝના ઓયોજનનો પ્રયાસ કરશે. જોકે, ત્યારે પણ પરિસ્થિતિ પર આધારિત રહેવુ પડશે.