આમાંથી ત્રિનિદાદ અને ટોબેગોના ટરુબા સ્થિત બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં 23 મેચ રમાશે, જેમાં સેમિફાઇનલ અને ફાઇનલ પણ સામેલ છે. બાકીની મેચો પોર્ટ ઓફ સ્પેનના ક્વિન્સ પાર્ક ઓવલમાં રમાશે. આ લીગ રમવા માટે માત્ર વેસ્ટ ઇન્ડિઝ જ નહીં પરંતુ વિદેશી ખેલાડીઓ પણ જશે.
ખાસ વાત છે કે, આ વખતે કેરેબિયન પ્રીમિયર લીગની મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેન્ડમાં જે રીતે ટેસ્ટ સીરીઝનુ આયોજન થઇ રહ્યુ છે. કંઇક આવીજ બાયૉ સિક્યૉર ફેસિલિટી તૈયાર કરવામાં આવી રહી છે અને ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે કેટલાક નિયમોનુ પાલન કરવુ પડશે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં હાલ કોરોનાનો કેર યથાવત છે. છતાં ધીમે ધીમે જનજીવન ફરીથી શરૂ થઇ રહ્યું છે, રમત જગત પણ ધીમ ધીમે પાટા પર આવી રહ્યું છે. હાલ દુનિયાભરમાં મોટા ભાગના રમતોનો આયોજન બંધ છે, અને જ્યા રમતો શરૂ થઇ રહી છે ત્યાં મોટા પ્રમાણમાં સાવધાનીઓ રાખવામાં આવી રહી છે.