Cricketers Fight : ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે રેકોર્ડ પાંચમી વખત ટાઈટલ જીત્યું છે. પરંતુ ગત સિઝનની જેમ આ સિઝનમાં પણ આવા પ્રશ્નો ઉભા થયા, જેના કારણે CSKના ચાહકોને ચિંતા સતાવવા માંડી છે. સવાલ એ હતો કે, શું ટીમના કેપ્ટન અને ટાઈટલ જીતના હીરો રવિન્દ્ર જાડેજા વચ્ચે નથી ઓલ ઈઝ વેલ છે? આ અહેવાલે ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકોમાં ચિંતા ઉભી કરી હતી. જોકે આ મામલે સ્પષ્ટિકરણ સામે આવ્યું છે. 


ધોની અને જાડેજા વચ્ચે વિવાદ હોવાના પ્રશ્નનું સત્ય હવે સામે આવ્યું છે. એટલું જ નહીં, આ સત્ય જાણીને CSKના ચાહકોને પણ મોટી રાહત પણ થશે. મહત્વની બાબત એ છે કે, આ સ્પષ્ટિકરણ ખુદ ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ તરફથી આપવામાં આવ્યું હતું.  


વાસ્તવમાં ધોની અને જાડેજા વચ્ચેના વિવાદના સમાચાર ગત સિઝનથી જ આવવા લાગ્યા હતા. જાડેજાને ગયા વર્ષે ટૂર્નામેન્ટની શરૂઆતમાં CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સિઝનમાં અધવચ્ચે જ ખરાબ પ્રદર્શનને કારણે જાડેજાને કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જાડેજાએ એ સિઝન બાદ CSKથી અલગ થવાનું મન બનાવી લીધું હતું. જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી CSK સાથે જોડાયેલી તમામ યાદોને પણ ભૂંસી નાખી હતી.


જોકે, CSKના મેનેજમેન્ટે તેને મનાવવામાં સફળતા મેળવી હતી અને જાડેજાને આ સિઝન માટે જાળવી રાખવામાં આવ્યો હતો. આ સીઝન દરમિયાન પણ આવો જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જાડેજા ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. CSKના CEO કાશી વિશ્વનાથે આ મામલે સ્પષ્ટતા આપી છે.


જાડેજા સીએસકે સાથે યથાવત જ રહેશે


કાશી વિશ્વનાથે કહ્યું હતું કે, "જાડેજાને ધોની માટે ખુબ જ માન છે. બંને વચ્ચે કોઈ વિવાદ નથી. જાડેજાએ આખી સિઝનમાં સારી બોલિંગ કરી હતી. બેટિંગમાં પણ જ્યારે જાડેજાને તક મળી ત્યારે તેણે પ્રદર્શન કર્યું. જાડેજાએ ક્યારેય ધોની વિશે ફરિયાદ કરી નથી.


જાહેર છે કે, IPL 16ના ચેમ્પિયન બન્યા બાદ પણ જાડેજાએ પહેલા જઈને ધોનીને ગળે લગાવ્યો હતો. આટલું જ નહીં ટ્રોફી લેતી વખતે ધોનીએ જાડેજાને સ્ટેજ પર બોલાવ્યો હતો. તેના પરથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે, જાડેજા સીએસકે સાથે હજી પણ ઓછામાં ઓછી એક સિઝન રમવાનો છે.