ODI World Cup 2023 Schedule: ક્રિકેટ ફેન્સ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમામ ક્રિકેટ પ્રેમીઓ આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારા 2023 ODI વર્લ્ડના શિડ્યૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે સામે આવેલા અહેવાલો પ્રમાણે, ICC 27મી જૂને શિડ્યૂલની ઓફિશિયલ જાહેરાત કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. આજની ડેટથી બરાબર 100 દિવસ પછી એટલે કે 5 ઓક્ટોબરે, આ મેગા ઇવેન્ટની પ્રથમ મેચ રમવાની યોજના સામે આવી છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડ (BCCI) એ છેલ્લા કેટલાય સમય પહેલા ICCને ODI વર્લ્ડ શિડ્યૂલનો ડ્રાફ્ટ મોકલ્યો હતો. ત્યારથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના સતત વાંધાને કારણે શિડ્યૂલની ઓફિશિયલી જાહેરાત થઈ શકી નથી. પીસીબીએ હજુ સુધી આઈસીસીને શિડ્યૂલ અંગે તેની મંજૂરી મોકલી નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ ODI વર્લ્ડકપમાં તેમની ટીમની ભાગીદારી અંગે નિવેદન આપ્યું હતું કે, અમે ICCને પહેલેથી જ કહી દીધું છે કે અમે આ શિડ્યૂલ અંગે અમારી સંમતિ કે અસહમતિ આપી શકીએ નહીં. તે અમારી સરકાર પર નિર્ભર છે. જે રીતે ભારતીય ટીમ તેની સરકારની પરવાનગી પર નિર્ભર છે.
પાકિસ્તાને 2 મેચોના વેન્યૂમાં ફેરફારને લઇને આઇસીસી પાસે કરી આ માંગ -
પીસીબીએ આઈસીસી દ્વારા મોકલેલા ડ્રાફ્ટ શિડ્યૂલમાં તેની બે મેચના સ્થળને લઈને આઈસીસી પાસેથી ફેરફારની માંગ કરી છે. આમાં એક મેચ ચેન્નાઈના મેદાન પર અફઘાનિસ્તાન સામે જ્યારે બીજી બેંગલુરુંના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે. પાકિસ્તાની ટીમ અફઘાન ટીમ સામે સ્પિન ફ્રેન્ડલી પીચ પર રમવા માંગતી નથી. જોકે, બીસીસીઆઈએ આ માંગને સંપૂર્ણપણે ઠુકરાવી દીધી છે.
વર્લ્ડકપ 2023ને લઈ મોટું અપડેટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અઠવાડિયે ODI વર્લ્ડકપ 2023ના શેડ્યૂલની જાહેરાત થઈ શકે છે. ડ્રાફ્ટ શેડ્યૂલ ત્યારે જ અંતિમ સ્વરૂપમાં આવશે જ્યારે તમામ સભ્ય દેશો તેના પર સહમત થશે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કેટલીક મેચોના સ્થળને લઈને નાખુશ છે. જેના કારણે સમયપત્રકની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઈનલ 19 નવેમ્બરે રમાશે.
ટુર્નામેન્ટ ડ્રાફ્ટ શેડ્યૂલ
અહેવાલો અનુસાર, ODI વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ પણ આ મેદાન પર 19મી નવેમ્બરે યોજાશે. ટીમ ઈન્ડિયા તેની 9 મેચ 9 અલગ-અલગ સ્થળો પર રમશે. જ્યારે ભારત અને પાકિસ્તાન (IND vs AUS) 15 ઓક્ટોબરે ટકરાશે. આ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ પાકિસ્તાન સામેની મેચો 5 સ્થળો પર રમાશે.
ટીમ ઈન્ડિયાની મેચોનું સંભવિત ટાઈમ-ટેબલ
ભારત વિ ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ભારત વિ અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત વિ પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત વિ બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે
ભારત વિ ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાલા
ભારત વિ ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ
ભારત વિ ક્વોલિફાયર, 2 નવેમ્બર, મુંબઈ
ભારત વિ દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા
ભારત વિ ક્વોલિફાયર, 11 નવેમ્બર, બેંગલુરુ
વિશ્વભરના ચાહકો ભારત-પાક. મુકાબલાને લઈ આતુર
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના સ્થળને સીલ કરવા જઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં આમને સામને થઈ શકી નથી.
વિશ્વભરના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે આ બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને થશે. 'ઈન્ડિયન એક્સપ્રેસ' માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. બીસીસીઆઈ આ અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે.