Test Team of The Year 2024: 2024ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારતના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમની પસંદગી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવી છે.


દર વર્ષના અંતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દરેક ફોર્મેટની શ્રેષ્ઠ ટીમની પસંદગી કરે છે. આમાં, વિશ્વભરમાંથી 11 બેસ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. હવે જે ટીમની જાહેરાત કરવામાં આવી છે તેની પસંદગી ICC દ્વારા કરવામાં આવી નથી, પરંતુ તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ XI છે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની શ્રેષ્ઠ ટેસ્ટ ઈલેવનમાં ભારતના બે, શ્રીલંકાના એક, ઈંગ્લેન્ડના ત્રણ, દક્ષિણ આફ્રિકાના એક, ન્યૂઝીલેન્ડના બે અને ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓની પસંદગી કરી છે. પાકિસ્તાનનો કોઈ ખેલાડી આ ટીમનો ભાગ નથી.


ભારતના યશસ્વી જાયસ્વાલ અને ઈંગ્લેન્ડના બેન ડકેટની ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટીમમાં ઓપનર તરીકે પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડના રૂટ ત્રીજા નંબર પર છે. આ પછી રચિન રવિન્દ્ર ચોથા નંબરે અને ઈંગ્લેન્ડનો હેરી બ્રૂક પાંચમા નંબરે છે. છઠ્ઠા નંબર પર શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસ છે. ઓસ્ટ્રેલિયાનો એલેક્સ કેરી વિકેટકીપર છે. ફાસ્ટ બૉલિંગમાં ન્યૂઝીલેન્ડનો મેચ હેનરી, ભારતનો જસપ્રીત બુમરાહ અને ઓસ્ટ્રેલિયાનો જૉશ હેઝલવુડ છે. સ્પિનર ​​દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ છે.


આ બધાએ સમગ્ર વર્ષ એટલે કે 2024 દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, ઓસ્ટ્રેલિયાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે પણ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેને આ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.




ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની 2024ની શ્રેષ્ઠ XI - 
યશસ્વી જાયસ્વાલ, બેન ડકેટ, જૉ રૂટ, રચિન રવિન્દ્ર, હેરી બ્રૂક, કામિન્દુ મેન્ડિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), મેટ હેનરી, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), જૉશ હેઝલવુડ, કેશવ મહારાજ.


આ પણ વાંચો


ઓસ્ટ્રેલિયા સામે પુજારાને રમતો જોવા માંગતો હતો આ ઓસ્ટ્રેલિયન, ગંભીરે પણ કરી હતી તરફેણ, રિપોર્ટમાં થયો ખુલાસો