ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ અર્લ એડિંગ્સે મંગળવારે સંવાદદાતાઓને કહ્યું કે આ વર્ષે ચાલી રહેલી કોરોના મહામારીના કારણે ટી20 વર્લ્ડકપ આયોજિત કરવુ અવાસ્વિક હશે. અધિકારીઓએ પહેલા પણ કહ્યું કે અમે ટી20 વર્લ્ડકપ માટે તારીખો અને આયોજનની રીત વિચારી રહ્યાં છીએ. અર્લ એડિંગ્સનુ માનવુ છે કે કેટલાય પ્રતિબંધો સાથે ટૂર્નામેન્ટ યોજવી એક મુશ્કેલ કામ છે.
પત્રકારો સાથે વાતચીત કરતાં અર્લ એડિંગ્સએ કહ્યું કે, જોકે, હજુ સુધી અમે ટૂર્નામેન્ટને સ્થગિત કરવાની જાહેરાત નથી કરી. 16 દેશોને ઓસ્ટ્રેલિયામાં લાવવા અને પછી મેચો રમાડવી. આ બધુ ત્યારે કરવાનુ છે જ્યારે બધા દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. એટલે મને લાગે છે કે આ બધુ અવાસ્તવિક હશે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ટી20 વર્લ્ડકપનુ આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે થવાનુ હતુ.
ટી20 વર્લ્ડકપના પ્રમુખ હોકલે, જેને વચગાળાના ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખની જવાબદારી સંભાળી છે, તેને કહ્યું- આઇસીસી આગામી મહિના સુધીમાં અંતિમ નિર્ણય લઇ શકે છે. અમારી પાસે એક સારી આયોજન સમિતિ મળી છે, તે બહુ જલ્દી નિર્ણય લઇ લેશે.