India Squad for Australia Series: મુંબઇના મીડલ ઓર્ડર બેટ્સમેન સરફરાજ ખાન (Sarfaraz Khan)ને એકવાર ફરીથી નિરાશ થવાનો વારો આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની વચ્ચે રમાનારી બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની શરૂઆતની બે ટેસ્ટ મેચો માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં સરફરાજ ખાન સામેલ નથી કરવામાં આવ્યો. ઘરેલુ સિઝનમાં સરફરાજ ખાનના છેલ્લી ત્રણ સિઝનથી લાજવાબ આંકડા છે, તેમ છતાં ભારતીય ટીમમાં જગ્યા ના મળવાના કારણે લોકો ચોંક્યા છે, ફેન્સ અને એક્સપર્ટ્સ પણ સરફરાજ ખાનને ટીમમાં સામેલ ના કરવા પાછળ ચોંકી ગયા છે, અને તેઓ આંકડા સાથે સરફરાજ ખાનનો રેકોર્ડ સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે.


એક્સપર્ટ્સ અને ફેન્સ સરફરાજ ખાનના હાલના ફર્સ્ટ ક્લાસના આંકડા સોશ્યલ મીડિયા પર શેર કરીને BCCI ને ટાર્ગેટ કરી રહ્યા છે, 


ખરેખરમાં, સરફરાજ ખાને અત્યાર સુધી 36 ફર્સ્ટ ક્લાસ મેચોની 52 ઇનિંગોમાં 3380 રન ફટકાર્યા છે, અહીં તેની બેટિંગ એવરેજ 80.47 રહી છે, આ દરમિયાન તેને કુલ 12 સદી અને 9 અડધીસદી ફટકારી છે. આમાં તે એક ત્રિપલ સેન્યૂરી પણ ફટકારી ચૂક્યો છે. 






સરફરાજ ખાને છેલ્લી ત્રણ સિઝનમાં જબરદસ્ત બેટિંગ કરી છે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ બેટ્સમેને 2019-20 માં 154.66 ની એવરેજથી 928 રન બનાવ્યા હતા, આ પછી 2021-22માં તેને 122.75 ની એવરેજથી 982 રન બનાવ્યા, 2022-23 સિઝનમાં પણ તે અત્યાર સુધી 89 ની એવરેજથી 801 રન બનાવી ચૂક્યો છે.