Asia Cup 2023: બીસીસીઆઈના સચિવ જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે, એશિયા કપનું સ્થળ IPL 2023 ફાઈનલની સમાંતર થનારી એક બેઠકમાં નક્કી કરવામાં આવશે, જેમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના ટોચના અધિકારીઓ હાજરી આપશે. જય શાહે કહ્યું હતું કે, 'હજી સુધી એશિયા કપના સ્થળ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે અત્યારે આઈપીએલમાં વ્યસ્ત હતા, પરંતુ શ્રીલંકા ક્રિકેટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ આઈપીએલની ફાઈનલ જોવા આવી રહ્યા છે. અમે તેના પર ચર્ચા કરીશું અને યોગ્ય સમયે નિર્ણય લઈશું.


BCCIએ  કરી મોટી જાહેરાત


પાકિસ્તાન આ વર્ષે એશિયા કપ 2023નું યજમાન છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ કેન્દ્ર સરકારની પરવાનગી વિના પાડોશી દેશમાં પ્રવાસ કરી શકે નહીં અને આ સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠીએ 'હાઈબ્રિડ મોડલ'નો પ્રસ્તાવ મૂક્યો છે કે તેમના દેશમાં ચાર મેચ યોજી શકાય. ACCના સૂત્રોના જણાવ્યા અનુસાર, સેઠીની ફોર્મ્યુલા મુજબ, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને અફઘાનિસ્તાનની ચાર લીગ તબક્કાની મેચો પાકિસ્તાનમાં યોજાશે. જ્યારે ભારત તેમની મેચો તટસ્થ સ્થળો પર રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકામાં રમાઈ શકે છે. જોકે પીસીબી આ મેચ દુબઈમાં કરાવવા માંગે છે. 


જય શાહે અચાનક એશિયા કપ 2023 ના સ્થળ વિશે ખુલાસો કર્યો


ACC સૂત્રોએ જણાવ્યું હતું કે, "ACCના વડા જય શાહ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બોલાવશે જ્યાં આ અંગે અંતિમ જાહેરાત કરવામાં આવશે." પીસીબીને ભારત સામે તટસ્થ સ્થળે રમવામાં કોઈ સમસ્યા નથી, જોકે તે આ મેચ દુબઈમાં કરાવવા માંગે છે. એશિયા કપ આ વર્ષે 1 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે. 


તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023ને લઈને BCCI અને PCB વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નું કહેવું છે કે, આ વખતે એશિયા કપ 2023ની યજમાની તેમની પાસે છે, તેથી ભારતે પાકિસ્તાનમાં આવીને એશિયા કપ 2023ની મેચ રમવી પડશે. બીસીસીઆઈનું કહેવું છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ પાકિસ્તાનની ધરતી પર ક્રિકેટ નહીં રમી શકે.


PCB ચીફ નજમ સેઠીએ જય શાહ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું- નથી આપી રહ્યાં ઇમેલનો કોઇ જવાબ


એશિયન ક્રિકેટ કાઉન્સિલે 5 જાન્યુઆરીએ પોતાનું શિડ્યૂલ જાહેર કરી દીધુ છે, આ શિડ્યૂલમાં એશિયા કપનું આયોજન પણ સામેલ છે. એશિયા કપના શિડ્યૂલમાં ભારત અને પાકિસ્તાન એક જ ગૃપમાં છે. એશિયા કપના શિડ્યૂલ જાહેર થયા બાદથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ નજમ સેઠીએ જય શાહ પર આરોપ લગાવ્યો છે કે તે અમારા ઇ-મેઇલનો જવાબ નથી આપી રહ્યાં.