India Playing 11 Against Bangladesh: આજે 22 જૂન શનિવારના રોજ 2024 T20 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ટ લૂસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે. આજની મેચમાં ટીમ ઇન્ડિયાના કૉચ અને કેપ્ટન રોહિત શર્મા ત્રણ ફેરફારો કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બાંગ્લાદેશ સામે આરામ આપવામાં આવી શકે છે. શિવમ દુબેને પણ હવે બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
ઓપનિંગમાં નહીં થાય કોઇ ફેરફાર
વિરાટ કોહલીનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટને આ મેચ વિજેતા ખેલાડી પર પૂરો વિશ્વાસ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. વિકેટકીપર બેટ્સમેન શિવમ દુબે ત્રીજા નંબર પર રમશે તે નિશ્ચિત છે.
બુમરાહને રેસ્ટ આપવો મુશ્કેલ, શિવન દુબેને મળી શકે છે વધુ એક મોકો
જસપ્રીત બુમરાહને આરામ આપવો મુશ્કેલ છે, કારણ કે સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત પોતાની મજબૂત ટીમને જ મેદાનમાં ઉતારી શકે છે. શિવમ દુબેને પણ અંતિમ ઈલેવનમાં વધુ એક તક મળી શકે છે.
મીડલ ઓર્ડરની વાત કરીએ તો વિશ્વના નંબર વન T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર રમતા જોવા મળશે. આ પછી શિવમ દુબે અને હાર્દિક પંડ્યા મેચ ફિનિશરની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ બંનેની જવાબદારી ઝડપી રન બનાવવાની રહેશે.
સિરાજની વાપસી મુશ્કેલ
સ્પિન વિભાગમાં રોહિત શર્મા ફરી એકવાર અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પર ભરોસો રાખી શકે છે. જરૂર પડ્યે અક્ષર અને જાડેજા પણ બેટથી યોગદાન આપી શકે છે અને બંને સારી સ્પિન બોલિંગ પણ કરે છે. જ્યારે ફાસ્ટ બોલિંગ વિભાગમાં અર્શદીપસિંહ અને જસપ્રીત બુમરાહ એક્શનમાં જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યા પણ તેમને સમર્થન આપવા હાજર છે.
બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - -
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપસિંહ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ.